ગુજરાત

gujarat

ETV Bharat / state

પોરબંદરમાં ASIને ગાર્ડ ઓફ ઓનર સાથે કરાઈ અંતિમવિધિ - Funeral of ASI with Guard of Honor at Porbandar

પોરબંદરના કમલા બાગ પોલીસ સ્ટેશનમાં ASI તરીકે ફરજ બજાવતા ગોવિંદભાઈ ગરચર અને હેડ કોન્સ્ટેબલ મહેશ ઓડેદરા પોરબંદરમાં વિર ભનુની ખાંભી પાસે આવેલ પોલીસ પોઇન્ટ ઉપર રાત્રે 2.30 વાગ્યા આસપાસ પેટ્રોલિંગમાં ઉભા હતા. તે સમયે પુર ઝડપે આવેલી મોટર કારએ એડફેટે લેતા બન્નેને ગંભીર ઇજાઓ થતા પ્રથમ પોરબંદરની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જે બાદ તેઓને રાજકોટ ખાતે રીફર કરતા રસ્તામાં ASI ગોવિંદભાઈનું ઉપલેટા પાસે મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે હેડ કોન્સ્ટેબલ મહેશભાઈને રાજકોટ ખસેડાયા છે.

પોરબંદરમાં ASIને ગાર્ડ ઓફ ઓનર સાથે કરાઈ અંતિમવિધિ
પોરબંદરમાં ASIને ગાર્ડ ઓફ ઓનર સાથે કરાઈ અંતિમવિધિ

By

Published : Oct 25, 2020, 5:52 AM IST

  • પોરબંદરમાં પુર ઝડપે આવતી કારે લીધો ASIનો જીવ
  • ASI ગોવિંદભાઈને ગાર્ડ ઓફ ઓનર આપી અંતીમવિધિ કરાઈ
  • રાજકોટ ખાતે રીફર કરતા રસ્તામાં ગોંવિદભાઇનું મૃત્યું થયું

પોરબંદરઃજિલ્લાના તેમનામૂળ માધવપુર ખાતે તેમના નિવાસ સ્થાને ASI ગોવિંદભાઇ લખમણભાઈ ગરચરને પોરબંદર રૂલર DySp સ્મિત ગોહિલ, PSI પંડિયા, PSI ચુડાસમા અને પોલીસ જવાનો દ્વારા ગાર્ડ ઓફ ઓનર અને સલામી આપી અંતિમ ક્રિયા કરવામાં આવી હતી.

પાંચ બહેનોના એકના એક ભાઈનું મોત થતા શોકનું મોજું ફરી વળ્યું

ગોવિંદભાઈ લખમાણભાઈ ગરચર પરિવારમાં પાંચ બેહેનોનો એકનો એક ભાઈ હતા અને ત્રણ પુત્રીના પિતા હતા. અકસ્માતમાં અચાનક મૃત્યુ નિપજતા તેમના પરિવાર અને પોલીસ બેડામાં શોક છવાય ગયો છે.

પોરબંદરમાં ASIને ગાર્ડ ઓફ ઓનર સાથે કરાઈ અંતિમવિધિ

અકસ્માત સર્જનાર કોસ્ટગાર્ડ કમાન્ડન્ટ વિરુદ્ધ ગુન્હો નોંધાયો

પોરબંદરમાં વીરભનુની ખાંભી પાસે શુક્રવાર રાત્રે પુર પાટ ઝડપે આવેલ કારની અડફેટે આવતા કમલાબાગના ASIનું મોત નિપજ્યું હતું. જેના ચાલક કોસ્ટ ગાર્ડના કમાન્ડન્ટ દિલીપ સિંહ લક્ષ્મણ સિંહ પર બેફિકરાઈથી વાહન ચલાવીને મોત નિપજાવ્યાનો ગુન્હો નોંધાયો છે.

ABOUT THE AUTHOR

...view details