ગુજરાત

gujarat

ETV Bharat / state

પોરબંદરની સરકારી હૉસ્પિટલમાંથી અપહરણનો આરોપી ફિલ્મી ઢબે પોલીસને ચકમો આપી ફરાર - kidnapping case

પોરબંદરઃ કુતિયાણામાં સગીરા અપહરણના કેસમાં સંડોવાયેલા એક આરોપીને મૅડીકલ ચેક-અપ માટે પોરબંદરની સરકારી હૉસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો હતો. જ્યાં આ આરોપી પોલીસકર્મીને ધક્કો મારી નાસી છુટતા ચકચાર મચી ગઈ છે.

પ્રતિકાત્મક ફોટો

By

Published : Jun 14, 2019, 9:27 PM IST

રાણાવાવના હનુમાનગઢ ગામનો ભરત ગોઢાણીયા (ઊ.વ. 27) વિરુદ્ધ કુતિયાણા પોલીસ સ્ટેશનમાં સગીરાનું અપરહણ કર્યાનો ગુનો નોંધાયો હતો. જે મામલે પોલીસે આજે તેની ધરપકડ કરી મૅડીકલ ચેક-અપ માટે પોરબંદરની સરકારી હૉસ્પિટલમાં લાવ્યા હતા. ત્યારે સાંજે 7 વાગ્યે આરોપી હૉસ્પીટલમાં પોલીસકર્મીને ધક્કો મારી અને નાસી છુટતા ચારે બાજુ ચકચાર મચી ગઈ છે. પોલીસે આરોપીને ઝડપી લેવા માટે ચારે-બાજુ નાકાબંધી કરી છે, પરંતુ હજુ સુધી તે હાથ લાગ્યો નથી.

ABOUT THE AUTHOR

...view details