- મોબાઈલ પર થર્ડ પાર્ટી એપ ડાઉનલોડ કરાવી
- પોરબંદર સાયબર પોલીસે બધી જ રકમ પરત અપાવી
- થર્ડ પાર્ટી એપ માં તબીબે 7140 રૂપિયા ગુમાવ્યા હતા
પોરબંદર: પોરબંદરની ઠકરાર હોસ્પિટલમાં રેસિડેન્ટ મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવે છે. તાજેતરમાં તેમને મોબાઈલમાં એક થર્ડ પાર્ટી એપ ડાઉનલોડ કરી હતી. એપ ડાઉનલોડ કર્યા બાદ તેમણે મોબાઈલ પર એક OTP આવ્યો હતો અને એ જ સમયે એક કોલ પણ આવ્યો હતો. જેમાં OTPની માંગણી કરવામાં આવી હતી. OTP ન આપવા છતા થર્ડ પાર્ટી એપનાં કારણે તેમના ખાતામાંથી 7140 રૂપિયા કપાઈ ગયા હતા.
પોરબંદરના તબીબ પાસે મોબાઈલ પર થર્ડ પાર્ટી એપ ડાઉનલોડ કરાવીને છેતરપિંડી
પોલીસને જાણ કરતા બધા રૂપિયા પરત મળ્યા
તબીબને સાયબર ફ્રોડની જાણ થતા તાત્કાલિક પોરબંદર પોલીસનો સંપર્ક કર્યો હતો અને પોરબંદર સાઇબર ક્રાઇમ સેલના PSI સુભાષ ઓડેદરા અને તેની ટીમ દ્વારા તાત્કાલિક જરૂરી કાર્યવાહી કરી બધા જ રૂપિયા પરત અપાવ્યા હતા. આ સાથે પોરબંદર પોલીસે જાહેર જનતાને અપીલ કરી હતી કે, પોતાના મોબાઈલમાં કોઈપણ પ્રકારની થર્ડ પાર્ટી એપ ડાઉનલોડ કરતા પહેલાં તેને વેરીફાઈ કરવી અને બને તો અધિકૃત માધ્યમ દ્વારા જ આવી એપ્લિકેશનો ડાઉનલોડ કરવી.