ગુજરાત

gujarat

ભારત બંધના એલાન વચ્ચે રાણાવાવમાં જુગાર રમતા ચાર ઝડપાયા

By

Published : Dec 10, 2020, 11:16 AM IST

ભારત બંધના એલાન વચ્ચે પોરબંદર પોલીસ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન જાહેરમાં જુગાર રમતા ચાર જુગારીઓને રાણાવાવ પોલીસે ઝડપી પાડી છે. આ સાથે પોલીસે જુગારીઓ પાસેથી રૂ. 18450નો મુદ્દામાલ પણ કબજે કર્યો હતો.

ભારત બંધના એલાન વચ્ચે રાણાવાવમાં જુગાર રમતા ચાર ઝડપાયા
ભારત બંધના એલાન વચ્ચે રાણાવાવમાં જુગાર રમતા ચાર ઝડપાયા

  • રાણાવાવમાં જુગાર રમતા ચાર જુગારીઓ ઝડપાયા
  • પોલીસે રૂ. 18450 સાથે ચાર જુગારીઓને ઝડપ્યા
  • ભારત બંધના એલાન વચ્ચે પોલીસનું પેટ્રોલિંગ
  • જુગારીઓ વિરુદ્ધ રાણાવાવ પોલીસ સ્ટેશનમાં જુગારધારા કલમ ૪,૫ મુજબ ગુન્હો નોંધાયો

પોરબંદરઃ જિલ્લામાં ભારત બંધના એલાન અંતર્ગત પોલીસ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન પોલીસને બાતમી મળી કે, રાણાવાવ આશાપુરા ચોકની બાજુમાં રહેતો જગદીશ દેવજીભાઈ જાદવ બહારથી માણસો બોલાવીને પોતાના અંગત ફાયદા સારુ નાલ ઉઘરાવીને તીન પત્તીનો જુગાર રમાડવાનો અખાડો ચલાવે છે. ચારેય જુગારીઓને જુગાર રમતા હતા. તે સમયે પોલીસે રેડ કરી ઝડપી લીધા હતા. રાણાવાવ પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓએ જુગારધામમાં દરોડા પાડી ચાર આરોપીઓને ઝડપી પાડ્યા છે.

પોલીસે આ આરોપીઓને જુગાર રમતા ઝડપી પાડ્યા

  • જગદીશ દેવજીભાઈ જાદવ
  • અનિષમિયા ભીખુમિયા કાદરી
  • લખમણ કારાભાઈ ખૂટી
  • રમેશ વાલજીભાઈ મોકરિયા (તમામ રહે. રાણાવાવ)

આ તમામ આરોપીએ તીનપત્તીનો હારજીતનો જુગાર રમાડતા હતા. પોલીસે આરોપીઓ પાસેથી રૂ. 18450 રોકડા અને જુગારના સાહિત્ય પણ કબજે કર્યા હતા.

ABOUT THE AUTHOR

...view details