- પોરબંદરમાં નકલી પોલીસના નામે લોકોને છેતરતા આરોપી ઝડપાયા
- પોરબંદર પોલીસે ઈરાની ગેંગના ચાર આરોપીને ઝડપી પાડ્યા
- ઈરાની ગેંગના ચારે આરોપીઓના 3 દિવસના રિમાન્ડ પૂરા થયા
પોરબંદરઃ પોલીસે ઝડપેલા ઈરાની ગેંગના ચારેય આરોપીઓના 3 દિવસના રીમાન્ડ પૂર્ણ થતાં ચારેયને જેલહવાલે કર્યા છે. આ આરોપીઓ સામે રાજ્યના અન્ય જિલ્લાઓમાં પણ અનેક પ્રકારના ગુનાઓ નોંધાયા છે. ઈરાની ગેંગના આરોપીઓ લોકોને પોલીસ અધિકારી હોવાનું કહી દાગીના પડાવતા હતા. લોકોને પોતે પોલીસ અધિકારીની ઓળખ આપતા હતા.