પોરબંદરમાં ખીજડી પ્લોટ ખાતે આવેલા એક માજી સૈનિક સંગઠનની ઓફિસ પાસે કારગિલ વિજય દિવસની ઉજવણી કરવામાં આવી હતી. સાથે જ કાર્યક્રમનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. જેમાં કારગિલ વિજય દિવસની ઉજવણી શા માટે કરવામાં આવે છે અને સેનાના જવાનોએ કારગિલ યુદ્ધ સમયે જે બલિદાન આપ્યું હતું તે અંગે લોકોને માહિતગાર કરવામાં આવ્યા હતા.
અટેક માજી સૈનિક સંગઠને કારગિલ વિજય દિવસની કરી ઉજવણી - પોરબંદર
પોરબંદર: જિલ્લામાં અટેક માજી સૈનિક સંગઠન દ્વારા કારગિલ વિજય દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં અટેક માજી સૈનિક સંગઠનમાં જોડાયેલા લશ્કરના પૂર્વ સૈનિકો સહિત અન્ય નાગરિકો પણ ઉપસ્થિત રહ્યા હતા.
અટેક માજી સૈનિક સંગઠને કારગિલ વિજય દિવસની કરી ઉજવણી
આ ઉપરાંત કારગિલ યુદ્ધ દરમિયાન તમામ શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. તેમજ વધુમાં વધુ યુવાનો લશ્કરમાં જોડાઈ તેવું આહ્વાન પણ માજી સૈનિકોએ કર્યુ હતું.