પોરબંદર: બરડા જંગલ વિસ્તારમાંથી સગર્ભા મહિલા વનકર્મચારી હેતલ રાઠોડ તેના શિક્ષક પતિ કીર્તિ સોલંકી અને એક વન રોજમદાર વનકર્મીનો મૃતદેહ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી છે. ત્રણેયના મૃતદેહ ભેદી સંજોગોમાં મળી આવતા વનવિભાગ અને પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો.
બરડા ડુંગરનો ટ્રિપલ મર્ડર કેસ ગુંચવાયો, ફોરેસ્ટગાર્ડ જ શંકાના દાયરામાં - Barda Dungar Porbandar
પોરબંદરના બરડા ડુંગરમાં થોડા દિવસ પૂર્વે સગર્ભા મહિલા વનકર્મચારી હેતલ રાઠોડ તેના શિક્ષક પતિ કીર્તિ સોલંકી અને એક વન રોજમદાર વનકર્મી ભેદી સંજોગોમાં ગૂમ થતા વનવિભાગ તથા પોલીસે તેમની શોધખોળ શરુ કરી હતી. જો કે, 17 ઓગસ્ટના રોજ બરડા ડુંગરમાંથી ત્રણેયના મૃતદેહ મળી આવતા ચકચાર મચી હતી.
આ સમગ્ર પ્રકરણમાં નવો વળાંક આવ્યો છે. જેમાં મૃતક હેતલ સોલંકીના પિતા વશરામભાઈ પાલાભાઈ રાઠોડે ફરિયાદ અન્ય એક વનકર્મચારી ફોરેસ્ટગાર્ડ એલી ઓડેદરાને શકમંદ તરીકે પોલીસને જણાવ્યું છે. જેની ભૂમિકા સમગ્ર પ્રકરણમાં શંકાસ્પદ હોવાનું ફરિયાદમાં જણાવ્યું છે.
સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, એલડી ઓડેદરાએ બરડા ડુંગરમાં દારૂની બાતમી મળી હતી અને તપાસ કરવા જવા માટે ત્રણેયને ત્યાં બોલાવ્યા હતા. ડુંગરમાં લઈ ત્રણેયની હત્યા કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. ચોક્કસ માહિતી આજે જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેસ કોન્ફરન્સથી આપશે, ત્યારબાદ જ સમગ્ર વિગતો સામે આવશે.