ગુજરાત

gujarat

ETV Bharat / state

વન્ય પ્રાણીઓના શિકારની શંકાએ પોરબંદરમાં વન વિભાગનું રેડ એલર્ટ - Hunting of wild animals

ગીરમાં સિંહ સહિતના વન્ય પ્રાણીઓનો શિકારની સંખ્યાને આધારે જૂનાગઢ નાયબ વન સંરક્ષક દ્વારા રેડ એલર્ટ જાહેર કર્યું છે. તેના લીધે પોરબંદર વન વિભાગે પણ રેડ એલર્ટ જાહેર કર્યું છે અને 30 મેમ્બર સ્ટાફની ટીમ બનાવાવમાં આવી છે.

નાયબ વન સંરક્ષક કચેરી
નાયબ વન સંરક્ષક કચેરી

By

Published : Feb 8, 2021, 9:31 AM IST

  • જૂનાગઢ નાયબ વન સંરક્ષક દ્વારા રેડ એલર્ટ
  • વનવિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું
  • ઔષધિઓ વેચવા આવતા શંકાસ્પદ લોકોનું ચેકિંગ

પોરબંદર : ગીરમાં સિંહ સહિતના વન્ય પ્રાણીઓનો શિકારની સંખ્યાને આધારે જૂનાગઢ નાયબ વન સંરક્ષક દ્વારા રેડ એલર્ટ જાહેર કર્યું છે. જેના પગલે પોરબંદરમાં પણ વનવિભાગ દ્વારા રેડ એલર્ટ જાહેર કરી જંગલ વિસ્તારમાં નાકાબંધી કરીને સઘન ચેકિંગ હાથ ધરાયું છે.

શંકાસ્પદ હિલચાલ નજર રાખવામાં આવી રહી છે

પોરબંદરમાં બરડા ડુંગરની આસપાસ અનેક મજુરોના પડાવો અને રહેઠાણ છે. આ ઉપરાંત ગામડાઓમાં બહારથી દેશી દવાઓ કે ઔષધિ વેચવા આવતા શખ્સોની તેમ જ શંકાસ્પદ વ્યક્તિઓને ચેક કરવાની સૂચના અપાઇ છે. જેથી પોરબંદર વનવિભાગ પણ સતર્ક બન્યું છે.

વન વિભાગ ટીમ

પ્રાણીઓને નુકસાન ન થાય તેમાટે કુલ 30 કર્મચારીઓનો સ્ટાફ

તાજેતરમાં વન્ય પ્રાણીઓના શિકારની ટોળકી સક્રિય થઇ છે તેવું જાણવા મળતા પોરબંદરના વન વિસ્તારમાં વન વિભાગ દ્વારા ટીમ બનાવવામાં આવી છે. જેમાં કુલ 30 કર્મચારીઓનો સ્ટાફ જોડાયો છે. એના પગલે પોરબંદર વનવિભાગ સતર્ક બન્યું છે. વન્ય પ્રાણીઓનો શિકાર ના થાય તેમજ કોઈ ટોળકી વન્યપ્રાણીઓને નુકસાન ન પહોંચાડે તે માટે ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે.

પોરબંદરમાં વન વિભાગનું રેડ એલર્ટ

ABOUT THE AUTHOR

...view details