પોરબંદરજિલ્લામાં ગેરકાયદેસર બાંધકામ સામે તંત્રએ લાલ આંખ (Illegal Construction Demolition in Porbandar) કરી છે. અહીં દરિયાઈ સુરક્ષા હેતુસર ગ્રામ્ય વિસ્તારની દરિયાઈ પટ્ટી પર મામલતદારે (Porbandar Mamlatdar) અનઅધિકૃત બાંધકામોને દૂર કરાવ્યા હતા. તે દરમિયાન અહીં ચુસ્ત પોલીસ બંદોબસ્ત (Porbandar Police) પણ ગોઠવવામાં આવ્યો હતો.
3 દુકાનોને નોટિસ આપી છતાં ખાલી ન કરતા દબાણ હટાવાયું જે અનુસાર નવી બંદર મરીન પોલીસ વિસ્તારમાં (new port marine police station) રાજપર ગામતળ ગોસા ખાતે બસ સ્ટેન્ડ સામે કુલ 3 દુકાનોના કબજેદારને નોટિસ આપીને દબાણ દૂર કરવા જાણ કરવામાં આવી હતી. તેમ છતાં કબજેદારે આ દબાણ દૂર ન કરતા ત્રણેય દુકાનોના દબાણ દૂર કરવાની કાર્યવાહી કલાકેથી મામલતદાર (Porbandar Mamlatdar) પોરબંદર ગ્રામ્ય અને તેની ટીમે કરી હતી.
ડિમોલિશન વખતે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો 300 ચો.મી. જમીન ખૂલ્લી કરાઈ આ ટીમમાં તાલુકા વિકાસ અધિકારી પોરબંદર, એક્ઝીક્યૂટિવ મેજિસ્ટ્રેટ, સિનિયર સર્વેયર DILR પોરબંદર, વિસ્તરણ અધિકારી, તાલુકા પંચાયત પોરબંદર તથા તલાટી કમ મંત્રી રાજપર સામેલ હતા. અહીં 300 ચોરસ મીટર ક્ષેત્રફળ જેટલી સરકારી જમીન, જેની હાલની બજાર કિંમત 4,00,000 રૂપિયા થાય છે તેને ખૂલ્લી કરવામાં આવી હતી. તે દરમિયાન 2 JCB મશીન તથા 2 ડમ્પરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
દરિયાઈ સુરક્ષાને નુકસાનકારક દબાણ હટાવાયા આ કાર્યવાહી અંતર્ગત ગોસાબારા ખાતે ખાડીમાં કરવામાં આવેલા અનઅધિકૃત બાંધકામ (Illegal Construction Demolition in Porbandar) કે, જે દરિયાઈ સુરક્ષાની દ્રષ્ટિએ (maritime security) ખૂબ જ નુકસાનકારક થઈ શકે તેમ હતું. તેને દૂર કરવામાં આવ્યું હતું. તેમ જ ભૂતકાળમાં જે જગ્યા પર લેન્ડિંગ થયેલ તે ગોસાબારા લેન્ડિંગ પોઇન્ટ પરથી સુરક્ષા દ્રષ્ટિએ દબાણ દૂર કરવામાં આવ્યું હતું. તેમાં 1 JCB મશીનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
આ ઉપરાંત ગોસાબારા ખાતે આવેલા ગેબનશાહ દરગાહની ફરતે કમ્પાઉન્ડ વૉલનું અનઅધિકૃત બાંધકામ થયેલ હોય તેમજ આ સ્થળ પણ ગોસાબારા લેન્ડિંગ પોઇન્ટની નજીક હોય અને દરિયાઈ સુરક્ષાની દ્રષ્ટિએ આ કમ્પાઉન્ડ વૉલનું અનઅધિકૃત દબાણ દૂર કરવાનું જરૂરી જણાતા મામલતદાર (Porbandar Mamlatdar) પોરબંદર ગ્રામ્યની ટીમ (Porbandar Mamlatdar) દ્વારા આ કમ્પાઉન્ડ વૉલ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, જેમાં 3 JCB અને 4 ડમ્પરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.