ગુજરાત

gujarat

ETV Bharat / state

પોરબંદરમાં કેરીના ગોડાઉનમાં દરોડા, બનાવટી કેરી પકવનારાઓમાં ફફડાટ

પોરબંદર: હાલ કેરીની સિઝન ચાલી રહી છે ત્યારે પોરબંદરમાં પણ કેરીની આવક શરૂ થઇ ગઇ છે. જેને ધ્યાનમાં લઈને પોરબંદર ફુડ વિભાગ દ્વારા કેરીના ગોડાઉનમાં ચેકિંગ હાથ ધર્યું હતું પરંતુ દસ દિવસ પહેલા જ ફુડ વિભાગે તમામ વેપારીઓને નોટિસ આપી દેતા વેપારીઓ સતર્ક થઇ ગયા હતા, અને એક પણ ગોડાઉનમાંથી કાર્બનની પડીકીઓ મળી ન હતી પરંતુ એક ગોડાઉનમાંથી ચાઈનીઝ બનાવટની ઈથીલીનની પડીકીઓ મળી આવી છે.

By

Published : May 3, 2019, 7:24 PM IST

porabanadar

આ બાબતે ફૂડ અધિકારી વિજયભાઈ ઠકરાર એ જણાવ્યું હતું કે, ઈથીલીન કેરી પકવવામાં વાપરવું કે નહીં તે અંગેના નિયમની જાણકરી ખુદ ફૂડ અધિકારીને ના હોવાથી તપાસ કર્યા બાદ જ આ વેપારીઓ પર દંડ કરવો કે સજા તે નક્કી કરવામાં આવશે.

પોરબંદરમાં કેરીના ગોડાઉનમાં દરોડા, બનાવટી કેરી પકવનારાઓમાં ફફડાટ

જો કે આ બાબતે કેરીના વેપારીઓએ કોઇ વાત ન કરતા કેરીનો પાક આ વર્ષે નબળો છે, તેવું કારણ આપ્યુ હતુ. તેમણે જણાવ્યુ હતુ કે, ગત વર્ષ કરતા આ વર્ષે કેરીની આવકમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે અને 700 થી લઈ 800 રૂપિયા સુધીની વિવિધ પ્રકારની કેરીઓ માર્કેટમાં આવી રહી છે તો દસ દિવસ બાદ કેરીની આવકમાં વધારો થાય તેવું પણ જણાવ્યું હતું

ABOUT THE AUTHOR

...view details