- પોરબંદર જન્માષ્ટમી લોકમેળો રદ થતાં ધંધાર્થીઓ મુશ્કેલીમાં
- કોરોનાની મહામારીમાં લોકોની સુરક્ષાના ધ્યાનમાં લઇને લેવાયો નિર્ણય
- ધંધાર્થીઓએ સરકાર પાસે આત્મનિર્ભર પ્રોજેક્ટ અંતર્ગત લાભની માંગ કરી
પોરબંદર જન્માષ્ટમી લોકમેળો રદ : અનેક ધંધાર્થીઓ મુશ્કેલીમાં - પોરબંદર છાયા સયુંકત નગરપાલિકા
કોરોના વાઇરસે દેશભરમાં હાહાકાર મચાવ્યો છે, ત્યારે ગુજરાત સરકારે ગુજરાતમાં યોજાનાર તમામ મેળાઓ રદ કરવાનો નિર્ણય લીધો છે. ત્યારે આ કપરા સમયમાં આર્થિક નુકશાન વેઠતા ચકડોળના ધંધાર્થીઓ અને પાથરણા પાથરી વેપાર કરતા નાના વેપારીઓને આત્મનિર્ભર યોજનાનો લાભ આપવામાં આવે તેવી માંગ ધંધાર્થીઓ દ્વારા કરવામાં આવી છે.
પોરબંદર
પોરબંદર : વહીવટી તંત્ર અને પોરબંદર છાયા સયુંકત નગરપાલિકા દ્વારા પણ પોરબંદરમાં યોજાતા જન્માષ્ટમીના લોકોમેળાને પણ રદ કરવાનો નિર્ણય લેવાયો છે. જેથી કોરોનાની મહામારી ફેલાતી અટકાવી શકાય અને લોકોની સુરક્ષાના ધ્યાનમાં લઇને આ નિર્ણય લેવામાં આવ્યો છે, તેવું પોરબંદર છાંયા સયુંકત નગરપાલિકાના વહીવટદાર કે.વી બાટીએ જણાવ્યું હતું.