ગુજરાત

gujarat

ETV Bharat / state

પોરબંદર જિલ્લાનો ફોદાળા ડેમ થયો ઓવરફલો - ફોદાળા ડેમ ઓવરફલો

પોરબંદરમાં સતત વરસી રહેલા વરસાદ કારણે ફોદાળા ડેમ ઓવરફલો થયો છે. જે મહત્તમ સપાટીએ પહોંચવાની આરે છે ત્યારે લોકોહિતને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા રેડ એલર્ટ જાહેર કરાયું છે.

પોરબંદર
પોરબંદર

By

Published : Jul 7, 2020, 4:15 PM IST

પોરબંદરઃ જિલ્લાના રાણાવાવ તાલુકાના બિલેશ્વર ગામ પાસે આવેલ ફોદાળા ડેમ ઓવરફલો થયો છે. ટૂંક સમયમાં જ તેની મહત્તમ સપાટી પર પહોંચવાની પૂરી શક્યતા છે. જેથી રાણાવાવ તાલુકાના બિલેશ્વર, હનુમાનગઢ, ખીરસરા, વાળોત્રા, કંડોરણા ગામોને જિલ્લાતંત્ર દ્વારા રેડ એલર્ટ જાહેર કરાયા છે.

જિલ્લાતંત્ર દ્વારા લોકોને અનુરોધ કરાયો છે કે, નીચાણવાળા વિસ્તારમાં અવર જવર કરવી નહી, તથા નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોએ ઉપરવાસમાં સ્થાળાંતર કરવા ગામના તલાટીમંત્રી તથા ગામના સરપંચને સહયોગ પુરો પાડવો તથા જો કોઇ મુશ્કેલી સર્જાય તો જિલ્લા કંટ્રોલરૂમ નં.1077 પર તાત્કાલિક સંપર્ક કરવા જિલ્લાતંત્ર દ્વારા અનુરોધ કરાયો છે.

પોરબંદર જિલ્લાનો ફોદાળા ડેમ ઓવરફલો

ઉલ્લેખનીય છે કે, જિલ્લામાં ધોધમાર વરસાદ થતાં રાણા ખીરસરા ડેમના આઠ દરવાજા ખોલવામાં આવ્યા હતા. જિલ્લાના રાણાવાવ તાલુકાના ખીરસરા ગામે મીણસાર નદી પર આવેલા ડેમના આઠ દરવાજા 0.30 મીટર ખોલવામાં આવ્યા હતા. જેથી રાણાવાવ તાલુકાના નીચાણવાળા વિસ્તારમાં લોકોને નદીના પટમાં અવર જવર નહી કરવા તેમજ પાલતુ પશુઓ કે વાહનોને નદીના પ્રવાહમાંથી પસાર ન કરવા તંત્ર દ્વારા અનુરોધ કરાયો હતો.

નોંધનીય છે કે, એક દિવસ અગાઉ જિલ્લામાં ભારે વરસાદની આગાહીના ભાગરૂપે સરકાર દ્વારા પોરબંદર જિલ્લામાં રાહતની કામગીરી માટે NDRFની ટીમ ફાળવવામાં આવી હતી. 3 ઇન્સ્પેકટર તથા 22 જવાનો મળી NDRFના કુલ 25 જવાનોની ટીમને પોરબંદર પોલીસ કોમ્યુનીટી હોલ ખાતે રહેવા જમવાની સુવિધા કરવામાં આવી હતી.

ABOUT THE AUTHOR

...view details