- શ્રી રામ સ્વિમિંગ કલબના યુવાનોમાં અનોખો ઉત્સાહ
- ચોપાટી પર વોકિંગમાં આવતા બાળકો અને વૃદ્ધોએ કર્યું ધ્વજવંદન
- RSS દ્વારા ભારત માતાનું પૂજન પણ યોજવામાં આવ્યું
પોરબંદરના યુવાનોએ મધદરિયે રાષ્ટ્રધ્વજ ફરકાવી પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરી - પોરબંદરનાં સમાચાર
પોરબંદરમાં છેલ્લા 23 વર્ષથી શ્રીરામ સી સ્વીમીંગ ક્લબ દ્વારા મધદરિયે ધ્વજ વંદન કરવામાં આવે છે. જે પરંપરા જાળવીને તેઓએ આજે પણ મધદરિયામાં ધ્વજવંદન કર્યું હતું. જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.
![પોરબંદરના યુવાનોએ મધદરિયે રાષ્ટ્રધ્વજ ફરકાવી પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરી 23 વર્ષથી પોરબંદરમાં કરાય છે મધદરિયે ધ્વજવંદન..](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10383002-thumbnail-3x2-vlsd.jpg)
23 વર્ષથી પોરબંદરમાં કરાય છે મધદરિયે ધ્વજવંદન..
પોરબંદર: 26 જાન્યુઆરી 1950 ભારતનાં ઇતિહાસમાં ઘણો અગત્યનો દિવસ છે. આ દિવસે ભારત દેશનું બંધારણ અમલમાં આવ્યું હતું અને આ દિવસને ગણતંત્ર દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ત્યારે ભારતનાં અનેક નાગરિકો દ્વારા સરકારી કચેરીઓમાં અને જાહેર વસાહતોમાં ધ્વજવંદન કરાતું હોય છે. પરંતુ પોરબંદરમાં છેલ્લા 23 વર્ષથી શ્રીરામ સી સ્વીમીંગ કલબ દ્વારા મધદરિયામાં ધ્વજ વંદન કરવામાં આવે છે. જે પરંપરા જાળવતા આજે પણ આ ક્લબનાં યુવાનો દ્વારા મધદરિયામાં ધ્વજવંદન કરાયું હતું.
23 વર્ષથી પોરબંદરમાં કરાય છે મધદરિયે ધ્વજવંદન..