પોરબંદરના નવીબંદર પોલીસ સ્ટેશનમાં જામસલાયાના રહેવાસી હનીફ જુણસ સંઘારે પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે,તેના મોટાભાઇ સીદીકની માલીકીની ‘ગોરીસા સુલ્તાન’ નામની બોટના ટંડેલ અસલમ અનવર સંઘાર તથા અન્ય માછીમારો તા. 22/12/2019ના રાત્રે 3:00 વાગ્યે કચ્છના નારાયણ સરોવર નજીક 40 કી.મી. દુર ઓપન સી વિસ્તારમાં માછીમારી કરી રહ્યા હતા, તે સમયે પાકીસ્તાન તરફથી એક અજાણી સ્પીડ બોટ ભારતીય જળસીમામાં ઘુસી ગઇ હતી. અને તેમાં અજાણ્યા 4 થી 5 બંધુકધારી લોકો એ હવામાં ફાયરીંગ કર્યુ હતું.
કચ્છના સમુદ્રમાં પાકિસ્તાની બોટે 5 મહિના અગાઉ કરેલા ફાયરિંગની હવે છેક નોંધાઈ ફરિયાદ - Five years ago
પોરબંદરઃ કચ્છના સમુદ્રમાં પાકિસ્તાનની અજાણી બોટે ફાયરીંગ કરી લૂંટ કર્યાના પાંચ મહીના અગાઉ બનેલા બનાવની હવે પોરબંદરના નવીબંદર મરીન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા અનેક તર્ક વિતર્ક સર્જાયા છે.

કચ્છના સમુદ્રમાં પાકિસ્તાની બોટે પાંચ મહિના પહેલા કરેલ ફાયરિંગની હવે ફરિયાદ નોંધાય
અને બોટને આંતરીને ટંડેલ અસલમનો એક મોબાઇલ તથા બોટમાં ચાર્જિંગમાં રાખેલ એક મોબાઇલ તેમજ રઝાક યાકુબ રાજાણીનો એક મોબાઇલ મળી કુલ ૩ મોબાઇલ કીંમત3000 લુંટી લીધા હતા, તે ઉપરાંત 1 લાખ કીંમતની 400 કી.ગ્રા. માછલી પણ લુટી લીધી હતી. 80,000 અને 2 જીપીએસ સીસ્ટમ અને રપ૦૦૦નો એક વાયરલેસ સેટ સહિત કુલ 2 લાખ 8 હજારની લુંટ કરી નાસી છુટયા હતા. આ અજાણ્યા 4 થી 5 શખ્સો સામે પાંચ મહિના બાદ આ પ્રકારની ફરિયાદ નોંધાતા અનેક તર્ક વિતર્ક સર્જાયા છે, આ અંગે નવી બંદર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.