ગુજરાત

gujarat

ETV Bharat / state

પોરબંદરમાં જુગાર રમતા 5 પત્તા પ્રેમી ઝડપાયા તો એક ભાગવામાં સફળ - GUJARAT

પોરબંદરઃ માં પોલીસે જુગાર રમતા 5 પત્તા પ્રેમીને ઝડપી લીધા હતા અને તેમાથી 1 ભાગવામાં સફળ રહ્યો હતો. આ કાર્યવાહી જૂનાગઢ રેન્જ IG અને પોરબંદર પોલીસની સુચના મુજબ LCBના સ્ટાફ દ્રારા કરવામા આવી હતી. આ રેઇડમા 71,350 ના મુદ્દામાલ સાથે પકડી લીધા હતા.

પોરબંદરમાં જુગાર રમતા પાંચ પત્તા પ્રેમી ઝડપાયા

By

Published : Jun 8, 2019, 4:26 AM IST

હાલમાં પોલીસ મહાનિદેશક ગુજરાત રાજ્યના દ્વારા જુગારની પ્રવૃત્તિને નાબૂદ કરવા માટે ડ્રાઈવ ચાલુ હોય તે અનુસંધાને શુક્રવારના રોજ જૂનાગઢ રેન્જ IG સુભાષ ત્રિવેદી તથા પોરબંદર પોલીસ અધિક્ષક ડો.પાર્થરાજસિંહ ગોહીલની સુચના મુજબ LCB PI પી.ડી.દરજી તથા PSI એચ.એન.ચુડાસામા LCB સ્ટાફ સાથે નાઇટ પેટ્રોલીંગમાં પત્તા પ્રેમીને ઝડપ્યા હતા.

તે દરમિયાન PC સમીરભાઇ જુણેજાને મળેલ ચોક્કસ હકીકત આધારે પોરબંદર છાયા જનતા સોસાયટી, ખડા વિસ્તાર આમ્રપાલી પાનવાળી ગલીમા રહેતા સાજીદ સતાર માજોઠીના રહેણાંક મકાનમાં રેઇડ કરતા આરોપી (1) મહમદ ઉર્ફે મમ્મુ માજોઠી ઉ.વ.32 રહે.છાયા જનતા સોસાયટી ભારતીય વિધાલય પાછળ આમ્રપાલી પાનવાળી ગલી પોરબંદર (2) ભરત ઉર્ફે અભલો ઓડેદરા ઉ.વ.36 રહે.બોખીરા જયુબેલી જશુબેનના દવાખાના પાછળ પોરબંદર (3) મહેશ મોડ ગઢવી ઉ.વ.40 રહે.ઉંટડા ગામ બસ સ્ટેન્ડ પાસે તા.જી.પોરબંદર (4) નિતેશ ઉર્ફે મીતેશ ચામડીયા ઉ.વ.29 રહે.છાયાચોકી આરાઘના મેડીકલની સામે પોરબંદર (5) લીલા ઉર્ફે રીશા કારાવદરા ઉ.વ.59 રહે.ઓડેદર ગામ તા.જી.પોરબંદર વાળાને જુગાર રમતા ગંજીપતાના પાના તથા રોકડ રૂ 49,850/- તથા મોબાઇલ ફોન નં-5 કિ.રૂ 11,500/- હીરો હોન્ડા હંક મોટર સાયકલ-1 કિ.રૂ 10,000/- મળી કુલ રૂ 71,350/- મુદામાલ સાથે પકડી લીધા હતા તેમજ અને આરોપી નં.(6) સાજીદ માજોઠી રહે.છાયા જનતા સોસાયટી, ખડા વિસ્તાર આમ્રપાલી પાનવાળી ગલીમા,પોરબંદર વાળો રેઇડ દરમિયાન નાસી ગયો હતો. જે તમામ આરોપીઓ વિરૂધ્ધ કમલાબાગ પોલીસ સ્ટેશન ખાતે જુગાર ધારા મુજબ ગુનો દાખલ કર્યો છે. આ કામગીરીમાં LCB નો સ્ટાફ જોડાયેલ હતો.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details