ગુજરાત

gujarat

ETV Bharat / state

પોરબંદરમાં ફાસ્ટફૂડની દુકાનમાં IPL પર જુગાર રમતા 5 શખ્સોની ધરપકડ - ફાસ્ટફૂડની દુકાન

પોરબંદરમાં એચ.એમ.પી કોલોની નજીક રેલવે ફાટક પાસે આવેલા ચા અને ફાસ્ટફૂડની દુકાનમાં પાંચ શખ્સો IPL મેચ પર જુગાર રમતા હોવાની બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા. જેમાં દુકાન માલિક સહિત પાંચ શખ્સોને પોલીસે 1,46,640ના મુદામાલ સાથે ઝડપી લીધા હતા.

Porbandar
Porbandar

By

Published : Nov 2, 2020, 6:55 PM IST

  • ફાસ્ટફૂડની દુકાનમાં IPL મેચ પર જુગાર રમતા 5 શખ્સની ધરપકડ
  • દુકાન માલીક પણ જુગાર રમતા ઝડપાયો
  • 1 લાખ 46 હજાર 460નો મુદામાલ કબજે
  • મોબાઈલમાં ક્રિકેટ લાઈવ ગુરુ એપ પર રમતા હતા જુગાર

પોરબંદરઃ શહેરમાં એચ.એમ.પી કોલોની સામે આવેલા રેલવે ફાટક પાસે અન્નપૂર્ણા ચા અને ફાસ્ટ ફૂડની દુકાનમાં પાંચ શખ્સો IPL મેચ પર જુગાર રમતા હોવાની બાતમી પોલીસને મળી હતી. ત્યારે પોલીસે દરોડો પાડતા પાંચ શખ્સોને ઝડપી લીધા હતા. જેમાં દુકાન માલિક ભાવિન ઉર્ફે મુન્નો કલ્યાણજી જોષી, અર્જુન રામ કોડિયાતર, સોહિલ સિદિક કાતીયાર, હર્ષ મહેન્દ્ર દેવાણી અને ધરમ ઉર્ફે ધમો અતુલ રાયચુરાને IPLની KKR વિરુદ્ધ RR ટીમની લાઈવ ક્રિકેટ મેચ ઉપર મોબાઈલમાં ક્રિકેટ લાઈવ ગુરુ વેબસાઈટ પર રન ફેરનો જુગાર રમતા હતા. તે સમયે પોલીસ આવી પહોંચી હતી.

પોલીસે 1 લાખ 46 હજાર 460નો મુદામાલ કબજે કર્યો

પોલીસે પાંચેય શખ્સો પાસેથી 14,640ની રોકડ કબજે કરી હતી. તે ઉપરાંત 1,23,500ના 8 મોબાઈલ, 8000 રૂપિયાની કિંમતનું કલર ટીવી, 500 રૂપિયાનું સેટપ બોક્સ સહિત ક્રિકેટ રન ફેરના આંકડા લખવા માટેની ચિઠ્ઠી, બોલપેન સહિત 1,46,640નો મુદામાલ કબજે કર્યો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

...view details