ગુજરાત મત્સ્યોદ્યોગ કાયદો-2003 અંતર્ગત જૂનથી ઓગષ્ટ સુધી યાંત્રીક બોટો દ્વારા માછીમારી પર પ્રતિબંધ - nimesh gondaliya
પોરબંદરઃ ગુજરાત મત્સ્યોદ્યોગ કાયદો-2003 અંતર્ગત દરિયા કાંઠાના પ્રાદેશિક જળ વિસ્તારમાં તારીખ 10 જૂન થી 15 ઓગસ્ટ 2019 સુધી યાંત્રીક બોટો દ્વારા થતી આંતરદેશીય તથા પ્રાદેશિક જળક્ષેત્રમાં માછીમારી પર મદદનીશ મત્સ્યદ્યોગ નિયામક પોરબંદર દ્વારા પ્રતિબંધ ફરમાવાયો છે.
જૂનથી ઓગષ્ટ સુધી યાંત્રીક બોટો દ્વારા માછીમારી પર પ્રતિબંધ
મત્સ્યઉદ્યોગ વિભાગ દ્વારા લગાવેલા આ પ્રતિબંધમાંથી નોન મોટરાઇઝડ ક્રાફટ અને પગડિયા માછીમારોને બાકાત રાખવામાં આવે છે. તેમજ આ પ્રતિબંધનો ભંગ કરનારને રુપિયા ૫૦ હજાર સુધીનો દંડ તથા બોટ-હોડીનું લાયસન્સ રદ્દ કરવા તેમજ નિયમાનુસાર કાર્યવાહી કરવામાં આવશે તેમ મદદનીશ મત્સ્યઉદ્યોગ નિયામકની કચેરી દ્વારા વધુમાં જણાવાયું છે.