ગુજરાત

gujarat

'મહા' વાવાઝોડા વચ્ચે માછીમારોની પરિસ્થિતિ અંગે જુઓ ખાસ અહેવાલ

By

Published : Nov 8, 2019, 3:51 AM IST

પોરબંદર: ગુજરાતમાં વાવાઝોડાની પરિસ્થિતિ છે. ત્યારે ચોમાસા બાદ 15 ઓગસ્ટથી માછીમારીની શરૂઆત કરવામાં આવે છે અને 15 ઓગસ્ટ બાદ જ તમામ માછીમારો દરિયો ખેડવા જતા હોય છે અને માછીમારી કરવા જતા હોય છે. પરંતુ આ વર્ષે હવામાનની પરિસ્થિતિ બદલાતા 'વાયુ' વાવાઝોડું તથા ત્યારબાદ 'મહા' વાવાઝોડાનું સંકટ હોવાના કારણે હવામાન વિભાગ દ્વારા માછીમારોને દરિયો ન ખેડવાની સખત મનાઈ ફરમાવવામાં આવી હતી. આ સિઝનમાં માછીમારી માછીમારી કરવા ન જતા માછીમારોને મોટો ફટકો પડયો હતો.

etv bharat

હવામાન વિભાગ દ્વારા જ્યારે પણ વાવાઝોડા અંગેની સૂચના આપવામાં આવે છે. ત્યારે બે થી ચાર દિવસ અગાઉ જ માછીમારોને દરિયામાં ન જવાની મનાઈ ફરમાવવામાં આવે છે. પરંતુ દરિયામાં જતી વેળાએ માછીમારો પોતાની સાથે માછલી સાચવવા માટે બરફ લઈ જતા હોય છે. તેમજ પેટ્રોલ-ડીઝલ તથા કેરોસીનનો ખર્ચ થતો હોય છે. સમગ્ર ખર્ચ જોઇએ તો આશરે 1 લાખથી 2 લાખ સુધી થઇ જાય છે. ત્યારે તે નુકસાન માછીમારોને માથે સહન કરવાનો વારો આવે છે.

જેમ ખેડુતોને પાક વીમો ચૂકવવામાં આવે છે. તેવી જ રીતે માછીમારો પણ દરિયાખેડુ છે. આથી તેઓને પણ સહાય આપવામાં આવે તેવી માગ માછીમારોએ કરી હતી.

'મહા' વાવાઝોડા વચ્ચે માછીમારોની પરિસ્થિતિ અંગે જુઓ ખાસ અહેવાલ

આ ઉપરાંત દરિયામાં પોરબંદરની 4000 જેટલી નાની તથા મોટી બોટ હોય છે. જેના પાર્કિંગ મુદ્દે અનેકવાર માછીમાર સમાજ દ્વારા સરકારને રજૂઆત કરવામાં આવી છે. અને ફેસ ટુ બંદર અંગે છેલ્લા 1 વર્ષથી રજૂઆતો કરવામાં આવે છે. પરંતુ સરકાર દ્વારા તાત્કાલિક કાર્ય હાથ ધરાતું નથી. તેવી પણ માછીમારોએ સંવેદના વ્યક્ત કરી હતી તેમજ ફેસ ટુ નું કામ તાત્કાલીક કરવામાં આવે જેથી કરીને માછીમારોને નુકસાની ભોગવવી ન પડે. આ અંગે માછીમાર સમાજના આગેવાનોએ Etv ભારત સાથે પોતાની સંવેદનાઓ વ્યક્ત કરી હતી.

ABOUT THE AUTHOR

...view details