બજેટથી માછીમારો ખુશ, વહેલી તકે અમલવારી થાય તેવી માગ - gujarat
પોરબંદર : ગુજરાતમાં વિધાનસભા સત્રની શરૂઆત થઈ છે. રાજ્ય સરકાર દ્વારા નાણાં પ્રધાન નીતિન પટેલે બજેટ રજૂ કર્યું હતું. જેમાં માછીમારો માટે ફિશિંગ બોટ અને ડીઝલ પર વેટ સહાય માટે 150 કરોડની જોગવાઈ તથા કેરોસીન સહાય માટે ૧૮ કરોડની જોગવાઈ કરી છે. આ ઉપરાંત હોડીઓનું આધુનિકરણ કરવા માટે અને GPRS સિસ્ટમ માટે 60 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. આ ઉપરાંત મત્સ્યોધ્યોગ માંગરોળ નવાબંદર વેરાવળ માઢવાડ પોરબંદર સુત્રાપાડા બંદર વિકાસ માટે 210 કરોડ ની જોગવાઈ કરવામાં આવી છે.
![બજેટથી માછીમારો ખુશ, વહેલી તકે અમલવારી થાય તેવી માગ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3727340-thumbnail-3x2-fish.jpg)
બજેટથી માછીમારો ખુશ વહેલી તકે અમલવારી કરવાની માંગ
પોરબંદરના માછીમાર આગેવાનો જીવનભાઈ જણાવ્યું હતું કે, આ બજેટ ને અમે આવકારીએ છીએ. સરકાર દ્વારા બહાર પડતી માછીમારો માટેની તમામ યોજનાની અમલવારી પણ તાત્કાલિક કરવામાં આવે તો યોગ્ય સમયે જરૂરિયાત મંદ માછીમારોને આ સહાય મળી રહે તેવી માંગ કરી હતી.
બજેટથી માછીમારો ખુશ વહેલી તકે અમલવારી કરવાની માંગ