ગુજરાત

gujarat

ETV Bharat / state

અરબી સમુદ્રમાં માંગરોળની ફિશીંગ બોટ ઉપર પાકીસ્તાની નેવી દ્વારા ફાયરિંગ

પાડોશી નફ્ફટ દેશની નાપાક હરકત ફરીથી સામે આવી છે. ડ્રગ્સ મામલે કુખ્યાત થયેલા દેશે ફરીથી અરબી સમુદ્રી વિસ્તારમાં ભારતીય બોટ (Indian Fishing boat) પર ફાયરિંગ કરીને પોતાની વેર લેવાની વૃતિની સાબિતી આપી છે. જે ફાયરિંગ મામલે પોરબંદરના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ (Firing case on Indian Boat) થઈ છે.

અરબી સમુદ્રમાં માંગરોળની ફિશીંગ બોટ ઉપર પાકીસ્તાની નેવી દ્વારા ફાયરિંગ
અરબી સમુદ્રમાં માંગરોળની ફિશીંગ બોટ ઉપર પાકીસ્તાની નેવી દ્વારા ફાયરિંગ

By

Published : Oct 9, 2022, 4:47 PM IST

માંગરોળ: અરબી સમુદ્રમાં માંગરોળની ફિશિંગ (Indian Fishing boat) બોટ ઉપર પાકિસ્તાની નેવી દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું હતું. આ ફાયરિંગની ઘટના અંગે પાકિસ્તાની નેવી સામે પોરબંદરના નવી બંદર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાય છે. અરબી સમુદ્રમાં ભારતીય જળસીમા (Indian Sea Cost arabian sea) નજીક માંગરોળની ફિશિંગ બોટ પર પાક પાકિસ્તાન નેવીએ ભારતીય બોટ ઉપર ફાયરિંગ કરી માછીમારનું અપહરણ કરવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનામાં હરસિદ્ધિ નામની બોટને ટક્કર મારી ડુબાડી દીધી હતી. માછીમારને (Firing case on Indian Boat) બંધક બનાવીને માર માર્યો હતો.

માછીમારો બચ્યાઃ જો કે તમામ માછીમારોનો આબાદ બચાવ થયો હતો. નેવી દ્વારા માછીમારોને બચાવવા માટે રેસ્કયુ ઓપરેશન કરાયું હતું.ફાયરિંગ: તાજેતરમાં તારીખ 6 ઓકટોબરના રોજ જખૌથી 45 કિમી દૂર દરિયામાં હરસિદ્ધિ બોટ તથા અન્ય બોટ લઈ માછીમારો દરિયામાં માછીમારી કરી રહ્યાં હતાં. આ દરમિયાન પાકિસ્તાની નેવીના PAMS બરકાતી 1060 શીપ દ્વારા હરસિદ્ધિ નામની બોટ પર આડેધડ ફાયરિંગકરવામાં આવ્યુ હતું, જેથી બોટે દરિયામાં જળસમાધિ લીધી હતી. જો કે, માછીમારોનો આબાદ બચાવ થયો છે.પાક નેવી સામે ફરિયાદ: ભારતીય માછીમારોને પાકિસ્તાની બોટમાં ગોધી રાખ્યા હતા.

ધમકી આપવામાં આવીઃ આ ઉપરાંત મહેન્દ્રભાઈના માથાના ભાગે પટ્ટા મારી લોહી લુહાણ કરી દીધાં હતા, તેમજ અન્ય લોકોને પણ ઇજા પહોંચાડી હતી. આ ઘટનામાં ફરિયાદી અમરસીભાઇ તથા સાહેદોનો વિડીયો ઉતારી ધમકી આપવામાં આવી હતી. સમગ્ર ઘટનામાં પોરબંદર નવીબંદર પોલીસ સ્ટેશનમાં વણાંકબારા ખાતે દીવના અમરસી માવજી બામણિયાએ પોરબંદરના નવી બંદર પોલીસ સ્ટેશનમાં પાક નેવીના 20થી 25 જવાનો સામે કલમ 307, 365, 427,324, 323, 506(1), 114 મુજબ હત્યાની કોશિશ (IPC Section) અને માર મારવા બોટ પર ફાયરિંગ કરવાની ફરિયાદ નોંધાવી છે. હાલ પોલીસ આ બાબતે તપાસ ચલાવી રહી છે.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details