ગુજરાત

gujarat

પોરબંદરના નરસન ટેકરી ફલાયઓવર પર કારમાં આગ, 8 લોકોનો આબાદ બચાવ

By

Published : Aug 31, 2019, 6:19 AM IST

પોરબંદર: જિલ્લાના નરસન ટેકરી ફ્લાયઓવર પર પેટ્રોલ પંપ સામે શુક્રવાર સાંજે સાડા આઠ કલાકે એક કારમાં એકાએક આગ લાગી હતી. જો કે, કારમાં આગ લાગી હોવાનું માલુમ પડતાં ડ્રાઇવર સહિત અંદર બેઠેલા 8 લોકો બહાર નીકળી જતા જામનગર રહેતા આઠ પરિવારના સભ્યોનો આબાદ બચાવ થયો હતો.

porbndar

શુક્રવારે અમાસનો દિવસ હોવાથી જામનગર થી વિનોદભાઈનો પરિવાર પોરબંદરમાં ભાડે કાર લઈને ફરવા આવ્યો હતો. સાંજે 8:30 જામનગર પરત ફરતા હતાં તે દરમિયાન પોરબંદરના નરસન ટેકરી ફ્લાયઓવર પર તેની કારમાં એકાએક આગ લાગી હતી. ડ્રાઇવરની સમય સૂચકતાને પગલે ડ્રાઇવર સહિત 8 લોકોનો આબાદ બચાવ થયો હતો. તાત્કાલિક ફાયર બ્રિગેડ આવતા પાણીનો મારો ચલાવ્યો હતો અને આગ બુઝાવી હતી.

પોરબંદરના નરસન ટેકરી ફલાયઓવર પર કારમાં આગ, 8 લોકોનો આબાદ બચાવ
આ સમગ્ર આગની ઘટના જોવા માટે પોરબંદરના લોકોના ટોળા ઉમટયા હતા. જેમાં એક વ્યક્તિએ તેનું સ્કૂટર પાર્ક કરી આગ લાગેલી કારને જોવા ગયા હતાં, પરંતુ આકાર ઢાળ ઉપર હોવાથી સળગતી નીચે આવી હતી અને સ્કુટરને અડફેટે લીધું હતું અને સ્કૂટર પણ સળગી ગયું હતું.

ABOUT THE AUTHOR

...view details