કોંગ્રેસના અર્જુનભાઈ મોઢવાડિયા, રામદેવભાઇ મોઢવાડીયા આ ઉપરાંત યુવા નેતા પ્રવિણ રામ અને ધારાસભ્ય બાબુભાઇ બોખીરીયા સહિત પોરબંદરના સાંસદ રમેશભાઈ ધડુકે આ ઉપવાસી છાવણીની મુલાકાત લીધી હતી. સાંસદ રમેશભાઈ ધડુકે આગામી બે દિવસમાં વડાપ્રધાન સાથે આ બાબતે ચર્ચા કરવાનું રબારી સમાજના લોકોને જણાવ્યું હતું. જ્યારે રબારી સમાજના આગેવાન મેરૂભાઈ જણાવ્યું હતું કે, ઉપવાસી છાવણીમાં પાંચ દિવસથી રબારી સમાજના યુવાનો ઉપવાસ પર બેઠા છે.
સાંસદ રમેશ ધડુક રબારી સમાજના ઉપવાસ આંદોલન છાવણીની મુલાકાતે - લોકરક્ષક ભરતી બોર્ડ દ્વારા રબારી સમાજના યુવાનોને અન્યાય થયો
પોરબંદર: પોલીસ લોકરક્ષક ભરતી બોર્ડ દ્વારા રબારી સમાજના યુવાનોને અન્યાય થયો હતો. જે બાબતે રબારી સમાજના યુવાનોએ ઉપવાસ આંદોલન છેડ્યું છે. પાંચ દિવસથી ચાલી રહેલા ઉપવાસ આંદોલનની મુલાકાતે અનેક રાજકીય લોકો આવી રહ્યા છે.
રબારી સમાજના યુવાનોએ ઉપવાસ આંદોલન
રાજકીય સહિત સામાજિક આગેવાનો છાવણીની મુલાકાતે આવી રહ્યા છે. જ્યાં સુધી સરકાર દ્વારા યોગ્ય ન્યાય નહીં આપવામાં આવે ત્યાં સુધી ઉપવાસ ચાલુ રાખવામાં આવશે. આ ઉપરાંત રબારી સમાજના ધર્મ ગુરુ કણીરામ બાપુ પણ આગામી સમયમાં છાવણીમાં યુવાનોની મુલાકાતે આવશે તેમ જણાવ્યું હતું.