પોલીસને ફોન કરી પરપ્રાતિંય શખ્સે કર્યો છેતરપીંડીનો પ્રયાસ - nimesh gondaliya
પોરબંદરઃ શહેરમાં એક હિન્દી ભાષી શખ્સે લોકલ ક્રાઇમ બ્રાંચના ઇન્ચાર્જ PIને જ ફોન કરી બેંકમાં રૂપિયા જમા કરવાનું કહ્યું હતું. આ શખ્સે છેતરપિંડીની કોશિશ કરતા હિન્દી ભાષી શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ છે.
![પોલીસને ફોન કરી પરપ્રાતિંય શખ્સે કર્યો છેતરપીંડીનો પ્રયાસ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3850316-thumbnail-3x2-pbr.jpg)
સામાન્ય માણસોને હિન્દીભાષીઓ દ્વારા ફોન આવતા હોય છે, અને અમુક રૂપિયા બેંકમાં જમા કરાવવાના છે. તેવી લાલચ અપાતી હોય છે. પરંતુ હવે આ હિન્દીભાષી ગઠિયાઓ પોલીસને જ પોતાનો શિકાર બનાવી રહ્યા છે. પોરબંદર લોકલ ક્રાઇમ બ્રાંચના ઇન્ચાર્જ PI પી.ડી દરજીને ગત તારીખ 30- 6- 2019 ના રોજ એક હિન્દીભાષીનો ફોન આવ્યો હતો, અને જણાવ્યું હતું, કે 6 કાર અને 11 બાઇક બાબતે માહિતી આપવા માગું છું. આ સાથે ક્હ્યુ કે તમે છટકું ગોઠવી ત્રણેય આરોપીને પકડી લો. આવી ખોટી બાતમી આપી રૂપિયા પડાવાની દાનત હોવાનું જાણવા મળ્યું હતું. અને ટોચના અધિકારીઓ પાસે પણ આરોપીઓને પકડવાની લાલચ આપી છેતરપિંડી કરવાની કોશિષ કરવાથી આ અજાણ્યા હિન્દીભાષી શખ્સ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાય છે.