ગુજરાત

gujarat

ETV Bharat / state

પોરબંદરમાં વરસાદના લીધે ખેતરમાં પાણી ભરાયો, થયું જમીનનું ધોવાણ - ખેતર

પોરબંદર જિલ્લામાં ભારે વરસાદને કારણે ખેડૂતોના ખેતરમાં પાણી ભરાઈ ગયા છે. જે કારણે જમીનનું ધોવાણ અને વાવણી કરેલા પાકને નુકસાન થઈ રહ્યું છે. આ બાબતે ખેડૂતો નુકસાનનો સર્વે કરી સહાય ચુકવવા માગ કરી રહ્યા છે.

ખેતરોમાં પાણી ભરાયા
ખેતરોમાં પાણી ભરાયા

By

Published : Jul 16, 2020, 3:20 AM IST

Updated : Jul 16, 2020, 11:52 AM IST

પોરબંદરઃ હાલ ચોમાસાની સિઝન ચાલી રહી છે, ત્યારે પોરબંદર જિલ્લામાં પણ ભારે વરસાદ પડ્યો હતો. જેના કારણે ખેડૂતોની જમીનનું ધોવાણ તેમજ વાવણી કરેલા પાકને થયું છે. પોરબંદરમાં મુશળધાર વરસાદથી પોરબંદરના કુતિયાણા તાલુકા અને રાણાવાવ તાલુકા સહિત પોરબંદર તાલુકાના બરડા પંથકમાં પણ મોટા પાયે ખેતરમાં પાણી ભરાઈ ગયા હતા,

ખેતરોમાં પાણી ભરાયા

પોરબંદરમાં સતત વરસાદના કારણે અનેક ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે. આ ભરાયેલા પાણીના કારણે પાક સંપૂર્ણપણે નિષ્ફળ ગયો છે. જ્યારે જમીનનું પણ ધોવાણ થયું છે. ખાસ કરીને બોખીરા, કોલીખડા, રાતડી, વિસાવાડા, પાલખડા, મિયાણી, ઓર્ડર, ટુકડા, ફટાણા, ગોતા સહિતના ગામોની જમીન અને પાકને નુકસાન થયું છે.

પોરબંદર જિલ્લામાં ખેતરોમાં પાણી ભરાયા

ખેતરોમાં પાણી ભરાવાને કારણે થયેલા નુકસાનનો સર્વે વહેલી તકે કરી વળતર ચુકવામાં આવે તેવી માગ ખેડૂતો કરી રહ્યા છે.

Last Updated : Jul 16, 2020, 11:52 AM IST

ABOUT THE AUTHOR

...view details