પોરબંદર : જિલ્લામાં ખરીદ માર્કેટિંગ સિઝન 2020/21 અંતર્ગત ટેકાના ભાવે મગફળીની ખીરીદીનું રજિસ્ટ્રેશન શરૂ કરવામાં આવ્યું છે. જેમાં નિષ્ફળ ગયેલા પાક અંગે કૃષિ સહાય મેળવવા માંગતા ખેડૂતો પણ ટેકાના ભાવે મગફળી રજિસ્ટ્રેશન કરાવી શકે છે.
પોરબંદર જિલ્લાના ખેડૂતો ટેકાના ભાવે મગફળીનું રજિસ્ટ્રેશન કરાવી શકશે - જિલ્લા પુરવઠા અધિકારી
APMC પોરબંદર, રાણાવાવ તથા કુતિયાણા તાલુકાના ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમના ગોડાઉન, તમામ તાલુકા પંચાયત અને તમામ ગ્રામ પંચાયત ખાતે પોરબંદર જિલ્લાના ખેડૂતો ટેકાના ભાવે મગફળીની રજિસ્ટ્રેશન કરાવી શકશે. આ સાથે નિષ્ફળ ગયેલા પાક અંગે કૃષિ સહાય મેળવવા માંગતા ખેડૂતો પણ રજિસ્ટ્રેશન કરાવી શકે છે.
porbandar farmer
મગફળીની ખરીદી સંદર્ભે APMC પોરબંદર, રાણાવાવ તથા કુતિયાણા તાલુકાના ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમના ગોડાઉન, તમામ તાલુકા પંચાયત અને તમામ ગ્રામ પંચાયત ખાતે ખેડૂતો જરૂરી ડોક્યુમેન્ટ જેવા કે, 7/12, આધાર કાર્ડ, બેન્ક પાસુબુકની ઝેરોક્ષ રજૂ કરી ટેકાના ભાવે મગફળીનું રજિસ્ટ્રેશન કરાવી શકે છે. વહેલી તકે પોરબંદર જિલ્લાનાં ખેડૂતો રજિસ્ટ્રેશન પૂર્ણ કરાવે તેમ જિલ્લા પુરવઠા અધિકારી પોરબંદર દ્વારા જણાવામાં આવ્યુ છે.