એક તરફ સરકાર દ્વારા સોલાર વપરાશ માટે મોટી મોટી જાહેરાતો કરવામાં આવે છે, જ્યારે બીજી બાજુ યોજનાના ત્રણ વર્ષ બાદ પણ સરકારી તંત્ર દ્વારા આ અંગેની કાર્યવાહી ધરવામાં આવતી નથી. પોરબંદર જિલ્લાના કોસ્ટલ એરિયાના નવાગામ, રાજપર, એરડા સહિતના ગામડાના 70 જેટલા ખેડૂતોએ વર્ષ 2017માં સોલાર હોમલાઈટ યોજનામાં 4500 રૂપિયા આપી ફોર્મ ભર્યા હતા. જેમાં અનેક રજુઆત કર્યા બાદ પણ યોજના વિશેની કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા ગામના સરપંચ દ્વારા જિલ્લાની પીજીવીસીએલ કચેરીમાં રજૂઆત કરવામાં આવી હતી.
પોરબંદરમાં ખેડૂતો માટેની રાજ્ય સરકારની સોલાર હોમાલાઈટ યોજનાનો ફિયાસ્કો - gujarat farmers issues
પોરબંદર: પોરબંદર જિલ્લાના કોસ્ટલ એરિયાના નવાગામ, રાજપર, એરડા સહિતના ગામડાના 70 જેટલા ખેડૂતોએ વર્ષ 2017માં સોલાર હોમલાઈટ યોજનામાં 4500 રૂપિયા આપી ફોર્મ ભર્યા હતા. યોજનાની ગાઈડલાઇન્સ મુજબ જે ખેડૂતોને કાચા મકાન હોય તેમણે ખર્ચ કરી પાકા મકાન પણ બનાવ્યા હતા. તેમ છતાં ત્રણ વર્ષ બાદ પણ સરકારી તંત્ર દ્વારા યોજના અંગેની કોઈપણ પ્રકારની કાર્યવાહી હાથ ધરવામાં આવી નથી. આથી આ વિશે જિલ્લા કાર્યપાલક ઈજનેર ડી.બી. કોડિયાતરને રજૂઆત કરવામાં આવતા તેમણે આગામી 15 દિવસમાં જવાબ આવશે તેમ જણાવ્યું હતું.
પોરબંદરના ખેડૂતો માટેની રાજ્ય સરકારની સોલાર હોમાલાઈટ યોજનાનો ફિયાસ્કો
એરડા ગામના માજી સરપંચ અરજણભાઈના જણાવ્યા અનુસાર આ યોજનાની ગાઈડલાઇન્સ મુજબ જે ખેડૂતોને કાચા મકાન હોય તેમણે ખર્ચ કરી પાકા મકાન પણ બનાવ્યા હતા. તેમ છતાં ત્રણ વર્ષ બાદ પણ સરકારી તંત્ર દ્વારા યોજના અંગેની કોઈપણ પ્રકારની કાર્યવાહી હાથ ધરવામાં આવી નથી. પોરબંદરના ધારાસભ્યને પણ આ બાબતે રજૂઆત કરવામાં આવી હતી અને જિલ્લા કાર્યપાલક ઈજનેર ડી.બી.કોડિયાતરને આ અંગે રજૂઆત કરવામાં આવતા તેમણે આગામી 15 દિવસમાં જવાબ આવશે તેમ જણાવ્યું હતું.