- પોરબંદર આસપાસના ખેડૂતોએ બિલ રદ કરવા કરી રજૂઆત
- પોરબંદરના ખાંભોદરમાં ખેડૂતોએ હાથમાં માટી લઇ લીધા શપથ
- ખેડૂત આંદોલનને આપ્યું સમર્થન
ખાંભોદરમાં ખેડૂતોએ હાથમાં માટી લઇને આંદોલનને સમર્થન આપ્યું
પોરબંદર: ખાંભોદર ગામમાં યુથ કોંગ્રેસના આગેવાનો અને આસપાસના ખેડૂતોએ હાથમાં માટી લઈને કૃષિ બિલના આંદોલનને સમર્થન આપ્યું હતું અને આગામી સમયમાં જો બિલ રદ નહીં કરવામાં આવે તો ખેડૂતો દિલ્હી સુધી જવા રવાના થશે એવું પણ જણાવ્યું હતું.
ખાંભોદરમાં ખેડૂતોએ હાથમાં માટી લઇને આંદોલનને સમર્થન આપ્યું ખાંભોદરમાં ખેડૂતોએ હાથમાં માટી લઇને આંદોલનને સમર્થન આપ્યું પોરબંદર આસપાસના ખેડૂતોએ બિલ રદ કરવા કરી રજૂઆત
આજે યોજાયેલી ખેડૂત આંદોલનને સમર્થન આપવા માટેની શપથવિધિમાં મોઢવાડા, ખામ્ભોદર, બગવદર, ભારવાડા, દેગામ, રામવાવ, કિદરખેડા સહિતના ગામોના ખેડૂતોએ હાથમાં માટી લઈને કૃષિબીલનો વિરોધ કર્યો હતો અને આગામી સમયમાં આ બિલ રદ ન કરાય તો દિલ્હી સુધી કૂચ કરશે તેવું પણ ખેડૂતો એ જણાવ્યું હતું. આ કાર્યક્રમમાં યુથ કોંગ્રેસના પ્રમુખ ધર્મેશભાઈ પરમાર તથા NSUI પ્રમુખ કિશન રાઠોડ સહિતના કાર્યકરો પણ ઉપસ્થિત રહ્યા હતા.
ખાંભોદરમાં ખેડૂતોએ હાથમાં માટી લઇને આંદોલનને સમર્થન આપ્યું