આ અંગે પોરબંદર તાલુકા કિસાન સંઘના પ્રમુખ હિતેષ મોઢવાડિયાએ જણાવ્યું હતું કે, ખેડૂતોએ એક મહિના અગાઉ મગફળીનું વાવેતર કર્યું હતું. ત્યારે વરસાદ ન થવાના કારણે અનેક ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. સાથે જ તમામ ખેડૂતો વરસાદની રાહ જોઈને બેઠા છે, એવામાં સરકાર દ્વારા આ ખેતરોની કોઈ પ્રકારની મુલાકાત અથવા તો સર્વે પણ કરવામાં આવ્યો નથી.
પોરબંદરમાં મગફળીનો પાક નિષ્ફળ જતા ખેડૂતોએ પાક સર્વેની કરી માગ - gujaratinews
પોરબંદર: જિલ્લામાં આવેલા હાથીયાણી ગામમાં એક મહિના અગાઉ વરસાદ થતાં ખેડૂતોએ મગફળીનું વાવેતર કર્યું હતું. પરંતુ ત્યારબાદ વરસાદ ન થવાને કારણે મગફળીનો પાક બળી જતા નિષ્ફળ ગયો હતો. જેને લઈને ખેડૂતોએ સરકાર પાસે સર્વે કરાવવાની માગ કરી હતી. સાથે જ સરકાર વહેલી તકે સર્વે કરે અને આગામી સમયમાં વરસાદ આવે તો નવું બિયારણ ખરીદીને નવેસરથી ખેડૂતો વાવેતર કરી શકે.
પોરબંદરમાં મગફળીનો પાક નિષ્ફળ જતા ખેડૂતોએ પાક સર્વેની કરી માગ
ત્યારે ખેડૂતોની એવી માગ છે કે ,તાત્કાલિક ધોરણે સરકાર સજાગ બને અને ખેડૂતોની મુશ્કેલી સમજીને પાક સર્વે કરવામાં આવે તેમજ સહાય કરવામાં આવે તો ખેડૂતોને રાહત થશે.
Last Updated : Jul 17, 2019, 5:29 PM IST