ગુજરાત

gujarat

ETV Bharat / state

બજારમાં ભાવ સારા હોવાથી પોરબંદરમાં ખેડૂતો ટેકાના ભાવે મગફળીનું વેચાણ કરવા આવી રહ્યા નથી

ગુજરાત સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળી ખરીદવાનું સોમવારથી શરૂ કરવામાં આવ્યું છે. ત્યારે પોરબંદરમાં પણ માર્કેટિંગ યાર્ડ ખાતે ટેકાના ભાવે મગફળી ખરીદી કરવામાં આવી રહી છે. પરંતુ ટેકાના ભાવે મગફળી વેચવા ખેડૂતો આવી રહ્યા નથી. જેથી સરકારના પ્રયત્નો નિષ્ફળ જઈ રહી હોય તેવું સ્પષ્ટપણે દેખાઇ રહ્યું છે, તો સરકારને નુકસાન પણ ભોગવવાનો વારો આવ્યો છે.

પોરબંદરમાં ખેડૂતો મગફળી વેચાણ કરવા આવી રહ્યા નથી
પોરબંદરમાં ખેડૂતો મગફળી વેચાણ કરવા આવી રહ્યા નથી

By

Published : Oct 28, 2020, 6:38 AM IST

  • પોરબંદમાં ખેડૂતો મગફળી વેચાણ કરવા આવી રહ્યા નથી
  • વેચાણ અર્થે આવેલ ખેડુતની મગફળી થઈ રિજેક્ટ
  • સરકારી કર્મચારી કાગડોળે ખેડૂતોની રાહ જઇ રહ્યા છે

પોરબંદરઃ સોમવારથી ટેકાના ભાવે મગફળી ખરીદી પોરબંદર માર્કેટિંગ યાર્ડ ખાતે કરવામાં આવી છે. ત્યારે સોમવારથી એક ખેડૂત કોલીખડાથી ટ્રેક્ટર ભરીને મગફળી લાવેલ હતા. પરંતુ તેની મગફળી રિજેક્ટ થઈ હતી અને મંગળવનારના રોજ ખેડૂતો મગફળી વેચવા આવેલ નથી. ખેડૂતોની રાહ સરકારી કર્મચારીઓ કાગડોળે જોઈ રહ્યા છે.

બજારમાં ભાવ સારા હોવાથી પોરબંદરમાં ખેડૂતો ટેકાના ભાવે મગફળીનું વેચાણ કરવા આવી રહ્યા નથી

ખેડૂતો ન આવવાનું કારણ શુ ?

સરકાર દ્વારા મગફળીના 1055 ભાવ રાખી મગફળી ખરીદી કરવામાં આવે છે. ત્યારે અન્ય સ્થળોએ આ ભાવ કરતા વધુ ભાવ મળતા હોવાના કારણે પણ ખેડૂતોના આવતા હોય ઉપરાંત પોરબંદરના ઘેડ વિસ્તાર અને બરડા વિસ્તારમાં વધુ વરસાદના કારણે અનેક ખેડૂતોની મગફળી નુકસાન થયુ છે. તો ઘણા ખેડૂતોની મગફળી હજુ તૈયાર ન થઇ હોય તેવું પણ વર્તાઈ રહ્યું છે.

પોરબંદરમાં ખેડૂતો મગફળી વેચાણ કરવા આવી રહ્યા નથી

સરકાર દ્વારા કેટલો સ્ટાફ રોકાયેલો છે

પોરબંદર માર્કેટિંગ યાર્ડ ખાતે 25 સરકારી કર્મચારીઓ તથા 6 કોન્ટ્રાક્ટ બેઝ કર્મચારીઓ અને પાસ કોમ્પ્યુટર ઓપરેટરો ત્રણ વીડિયોગ્રાફર તથા 10 પોલીસ કર્મચારીઓ આ ટેકાના ભાવે મગફળી ખરીદીમાં રોકાયેલા છે. ત્યારે ખેડૂતોને ફોન કરી મેસેજ કરી જાણ કરવામાં આવે છે. પરંતુ ખેડૂતો મગફળીનું વેચાણ કરવા ન આવતા સરકારને ક્યાંકને ક્યાંક મોટું નુકસાન જઈ રહ્યું હોય તેવું વર્તાઇ રહ્યું છે.

ABOUT THE AUTHOR

...view details