પોરબંદરના છાયા વિસ્તારમાં રહેતા સવદાસ આલાભાઈ સીડા(ઉ 76)ની પોરબંદરના એરપોર્ટ પાસે ધરમ પુર નજીકના વોકળા કાંઠે સર્વે નમ્બર 1170 જુના રે.સ .નં.274/2 પૈકીની જમીનમાં 8 વીઘા જમીન ફાળવવામાં આવી હતી,
પોરબંદરમાં પોતાની જમીન બિનખેતી કરવાની નોટિસ મળતા વૃદ્ધનો આપઘાત - વૃદ્ધનો આપઘાત
પોરબંદરઃ શહેરના છાયા વિસ્તારમાં રહેતા સવદાસભાઈ અલાભાઈ સીડા નામના વૃદ્ધની ખેતીની જમીન બિનખેતી કરવાની અરજી તેની જાણ બહાર કરવામાં આવી હતી. આ વૃદ્ધએ જમીનની ચિંતામાં વૃક્ષ પર દોરડું બાંધી ગળા ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું, પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.
![પોરબંદરમાં પોતાની જમીન બિનખેતી કરવાની નોટિસ મળતા વૃદ્ધનો આપઘાત](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5152344-530-5152344-1574488641675.jpg)
પોરબંદરમાં પોતાની જમીન બિનખેતી કરવાની નોટિસો આવતા વૃદ્ધનો આપઘાત
તેમના પિતાના મૃત્યુ બાદ સવદાસભાઈ ખાતેદાર બન્યા હતા. જ્યારે 19-09-2019ના રોજ આ જમીન અન્ય વ્યક્તીઓ દ્વારા ખોટી રીતે બિન ખેતી નોંધ કરી દેતા તેઓને નોટિસ મળી હતી, જેના કારણે સવદાસભાઈએ જીવન ટૂંકાવ્યાનું તેમના પુત્ર વિરમભાઈએ જણાવ્યું હતું.