પોરબંદરમાં બાગાયતદાર ખેડૂતોને નાયબ બાગાયત નિયામકની કચેરી દ્વારા 92 લાખની સહાય
પોરબંદર: તારીખ 29 વર્ષ 2022 સુધીમાં ખેડુતોની આવક બમણી કરવાના ઉદ્દેશ્ય સાથે રાજ્ય સરકાર ખેડૂતોને પ્રોત્સાહીત કરવા વિવિધ સહાય ચૂકવે છે. ત્યાારે પોરબંદર જિલ્લામાં ગત વર્ષ 1571 બાગાયતદાર ખેડૂતોને નાયબ બાગાયત નિયામકની કચેરી દ્વારા રૂા.92.40 લાખની સહાય ચૂકવવામાં આવી હતી.
પોરબંદરમાં બાગાયતદાર ખેડૂતોને 92 લાખની ચૂકવાઇ સહાય
આ સહાય કૃષિ યાંત્રીકરણ સાથે ફળપાક વાવેતર જેવા પાવર ટ્રીલર આધુનિક ખરીદવા, હાઇબ્રીડ શાકભાજી વાવેતર માટે, મીની ટ્રેકટર ખરીદવા, ટીસ્યુ કલ્ચર રોપા ખરીદવા, મલ્ચીંગ જેવી આધુનિક ખેત પદ્ધતિઓ માટે સહાય ચૂકવાઇ હતી. ઉપરાંત ખેડૂતો ટેકનોલોજીનો ઉપયોગ કરતા થાય એટલા માટે ખેડૂત પોર્ટલ પર તમામ અરજીઓ મંગાવવામાં આવી હતી. સંપૂર્ણ પારદર્શકતાથી ડ્રો સિસ્ટમ દ્વારા ખેડૂતોની પસંદગી કરી સહાય ચૂકવવામાં આવે છે.