પોરબંદરની 29 વર્ષીય પરણીતાએ નોંધાવેલી પોલીસ ફરિયાદ મુજબ તે લગ્ન પ્રસંગમાં રસોડાના કામ કરે છે. તેમજ તેમના પતી મજુરી કામ કરે છે. તેમને સંતાનમાં દસ વર્ષીય પુત્ર અને પાંચ વરસની પુત્રી છે. ગઈ કાલે તેઓ અન્ય મહિલાઓ સાથે જામજોધપુરના તરસાઇ ગામે લગ્ન પ્રસંગમાં રસોડાના કામ માટે ગયા હતા અને તેમના પતી મજૂરીકામ અર્થે બહાર ગયા હતા. જ્યાંથી સાંજે તેઓ પરત ફર્યા ત્યારે તેમના પડોશમાં રહેતા બહેન તેમના ઘરે આવ્યા હતા અને એવું જણાવ્યું હતું કે, સાંજે પોણા 6 વાગ્યાના અરસામાં તેમની પુત્રી મારા ઘરની સામે રમતી હતી. જે થોડી વાર માટે નહી દેખાતા આ પડોશી મહિલા શેરીમાં આવી હતી અને જોયું તો મહિલાની પાંચ વર્ષીય પુત્રીને મહિલાનો કૌટુંબિક જેઠ એવો હસમુખ ઉર્ફે હંસલો જાદવ ચામડીયા નામનો શખ્શ બાવડું પકડી અને તેના ઘરમાં લઇ ગયો હતો અને ઘરનો દરવાજો બંધ કરી બાળકી સાથે શારીરિક છેડછાડ કરતો હતો અને ખરાબ હરકતો કરતો હતો. જેથી બાળકી બુમો પાડતી હતી. આથી પડોશણ મહિલા હસમુખના ઘરના દરવાજાને ધક્કો મારીને અંદર ઘુસી ગઈ હતી અને બાળકીને નરાધમના ચુંગાલમાંથી મુક્ત કરાવી હતી.
પોરબંદરમાં કૌટુંબિક અદાએ માસૂમ સાથે કર્યા અડપલા, પોકસો હેઠળ નોંધાયો ગુનો - Family ada Having a baby
પોરબંદરઃ શહેરમાં પાંચ વર્ષ બાળા પર તેના કૌટુંબિક અદા દ્વારા જાતીય હુમલો કરી સતામણી કરી હોવાનો બનાવ સામે આવ્યો છે. બાળાની માતા બહાર ગામ રસોઈ કરવા ગઈ હતી અને પિતા મજૂરીકામ અર્થે ગયા હતા. ત્યારે નરાધમે બાળાને રૂમમાં લઇ જઈ જાતીય હુમલો કરતા પડોશી મહિલા એ બાળાને તે નરાધમના ચુંગાલમાંથી છોડાવી હતી. જે અંગે માતા એ નરાધમ કૌટુંબિક જેઠ સામે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે પોકસો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
મહિલા ઘરે લઇ જઈ ગભરાયેલી બાળકીને સાંત્વના આપી હતી .આ સાંભળીને બાળકીની માતા પણ ગભરાઈ ગઈ હતી અને તુરંત પોતાના જેઠ જેઠાણી તથા સાસુને ઘરે બોલાવ્યા હતા અને તમામે બાળકીને હિમ્મત આપીને પૂછતા બાળકી એ સમગ્ર હકીકત વર્ણવી હતી.
બાળકીનો પિતા પણ મજુરી એ થી પરત આવી ગયો હતો અને તેને પણ સમગ્ર ઘટનાની જાણ કરતા તમામ પરિવાર જનો નરાધમ હસમુખ સામે પોલીસ ફરિયાદ કરવા કિર્તીમંદિર પોલીસ મથક ખાતે દોડી ગયા હતા અને પોલીસે પોસ્કો સહીતની કલમો વડે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ બનાવના પગલે સમગ્ર શહેરમાં ચકચાર મચી છે. તાજેતરમાં રાજકોટમાં બાળકી સાથે દુષ્કૃત્યની ઘટના બાદ હવે ગાંધીભુમીને પણ શર્મસાર કરતો કિસ્સો સામે આવતા અનેક ચર્ચાઓ જાગી છે, પોલીસે આરોપીને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે.