પોરબંદર: જિલ્લામાં પ્રકૃતિ ધ યુથ સોસાયટી દ્વારા દર વખતની જેમ આ વર્ષે પણ મહારાષ્ટ્રની પ્રખ્યાત અતિ સુંદર ગણપતિની ઇકો ફ્રેન્ડલી મૂર્તિનું પ્રદર્શન તેમજ વેચાણ કરવામાં આવી રહ્યું છે.
પોરબંદરમાં ઇકો ફ્રેન્ડલી ગણપતિની માટીની મૂર્તિનું પ્રદર્શન યોજાયું - ઇકો ફ્રેન્ડલી ગણપતિ મૂર્તિનું પ્રદર્શન
કોરોના જેવા મહારોગના આ કપરા સમયમાં ગુજરાત સરકારે તહેવારોમાં માત્ર થોડી છૂટ આપી તહેવારો ઘરમાં જ ઉજવવાનો આગ્રહ કર્યો છે. આ અનુસંધાને 22 ઓગસ્ટથી શરૂ થતાં "ગણપતિ ઉત્સવ" દરમિયાન પણ સરકારની ગાઈડ લાઈન છે કે, માત્ર માટીની મૂર્તિનું સ્થાપન કરવું અને કોઈ શોભાયાત્રા કે જાહેર કાર્યક્રમો ન યોજવાની પણ અપીલ કરી છે. ગણપતિની માટીની મૂર્તિનું વિધિપૂર્વક સ્થાપન કરી પરંપરાગત પૂજાવિધિ કરવા અને તે મૂર્તિનું વિસર્જન પણ ભક્તિભાવ સાથે ઘરે જ ડોલ કે કોઈ સાધનમાં કરી અને શક્ય તો આ માટી ક્યારામાં કે કોઈ મકાન બાંધકામમાં વાપરવી. જેથી ગણપતિના અંશનો કાયમી વાસ આપણા સ્થાનમાં રહે.
તેમના આગ્રહથી અમને માટીની મૂર્તિ પોરબંદરમાં મળે તેવું આયોજન કરવામાં આવ્યું છે. ઘણી જગ્યાએ ફર્યા પછી જોયું કે મૂર્તિ માટીની હોય પણ તેમાં વપરાતા રંગો કૃત્રિમ હોય છે. મુંબઈમાં આ મૂર્તિઓ જોવા મળી, એટલે ત્યાં ખાસ સાંડું માટીથી આ ગણપતિની મૂર્તિ બનાવવામાં આવી અને આ રંગો હાનિકારક નથી. આથી આ મૂર્તિઓ પોરબંદરમાં અમે લઇને લાવ્યા.
વધુમાં તેમણે જણાવ્યું કે, કદાચ પ્લાસ્ટર ઓફ પેરિસ કરતા આ મૂર્તિઓ વધુ ઉંચા ભાવે મળે તેનું કારણ પણ આ હોઈ શકે છે. મુંબઈથી અહીંનો પરિવહન ખર્ચ પણ વધુ હોય છે. છતાં લોકોને સંતોષ છે કે, ઈશ્વરથી સૃષ્ટિને કોઈ નુકસાન નથી પહોંચતું. આથી શક્ય હોય તો આ વર્ષે લોકોએ ઘરમાં જ ગણપતિનું સ્થાપન અને ઘરમાં જ વિસર્જન કરવું જોઈએ.