ગુજરાત

gujarat

ETV Bharat / state

Election Special: પોરબંદરના દિવ્યાંગ દંપતીએ નિભાવી રહ્યા છે મતદાતા તરીકેની ફરજ - મતદાન

પોરબંદર: આગામી લોકસભાની સામાન્ય ચૂંટણીમાં પોરબંદરના રાજીવ નગર વિસ્તારમાં રહેતા દિવ્યાંગ દંપતિ ઉત્સાહભેર સહભાગી થશે. ગૌસ્વામી હરદતપુરી અને જયાબેન ગૌસ્વામી બંન્નેને1980માં મતાધિકાર પ્રાપ્ત થયા બાદ એક પણ ચૂંટણીમાં મતદાન કરવાની ફરજ ચૂક્યા નથી.

દિવ્યાંગ દંપતી

By

Published : Mar 28, 2019, 5:44 PM IST

પોરબંદરમાં રહેતા આ દંપતીદિવ્યાંગ છે. પરંતુ મતદાન માટે લોકશાહીનાસૌથી મોટા તહેવારમાં મતદાન માટે મતદાન મથક પર અચૂક પહોચી જાય છે. તો આ અંગે હરદતપુરીએ જણાવ્યું હતું કે, હું મેરી ટાઇમ બોર્ડમાંથી નિવૃત થયો છું. લોકસભા, ધારાસભા, પંચાયત, તમામ ચૂંટણીમાં અમે મતદાન કરીએ છીએ. વેરાવળ ખાતે ચૂંટણી શાખાની કામગીરીમાં પણ ફરજ બજાવી છે.

આ દંપતિ દિવ્યાંગો સાથે તમામ મતદારોને સંદેશ આપતા કહે છે, કે અમે દિવ્યાંગ હોવા છતા મતદાન કરીએ છીએ તો આમ નાગરિકને તો ભગવાને સાજા-સારા બનાવ્યા છે. તેઓએ તો અવશ્ય મતદાન કરવું જોઇએ અને અમારા દિવ્યાંગ બહેન-ભાઇઓએ પણ મતદાનની ફરજ બજાવવામાં ચૂક ન કરવી જોઇએ.

પોરબંદર જિલ્લામાં કુતિયાણા અને પોરબંદર 2 વિધાનસભા બેઠક આવે છે. આમ તો 11-પોરબંદરમાં કૂલ 7 વિધાનસભા બેઠકનો સમાવેશ થાય છે. તેમાથી પોરબંદર જિલ્લામાં 1861 દિવ્યાંગ (PWD) મતદારો નોંધાયા છે. આ મતદારોને ચૂંટણીપંચ પાસે ટ્રાન્સપોર્ટેશન અને સહાયકની માંગ કરવામાં આવી હતી. જેને પગલે તે સુવિધા પણ આપવામાં આવશે.

આ દિવ્યાંગ દંપતિને એશા અને પુજા નામક 2 દિકરી છે. તો બન્ને દિકરીઓ અંગે જણાવ્યું હતું કે, અમારી બંન્ને દિકરીઓ એન્જિનીયર છે. બન્ને પરણીને સાસરે છે. તેઓ પણ અચૂક મતદાન કરે છે. તેમની બંન્ને દિકરીઓ ઉચ્ચ અભ્યાસ કરી એન્જિનીયર બની છે. માતા-પિતાની વાતમાં સુર પુરાવી મીકેનીકલ એન્જિનીયર પુજાએ કહ્યું કે, સારા નેતા, સારી સરકાર અને સારા વહિવટ માટે દરેક નાગરિકે મતદાન કરવું જોઇએ.

ABOUT THE AUTHOR

...view details