સામાન્ય રીતે રાજ્ય સરકાર અથવા કેન્દ્ર સરકારના ચૂંટણીપંચ દ્વારા ચૂંટણી યોજાતી હોય છે. પરંતુ, સ્કૂલમાં બાળકો દ્વારા જ ચૂંટણી દ્વારા બાળ નેતાને પસંદ કરાયા હતા. જેમાં કુલ છ ઉમેદવારોએ આ ચૂંટણીમાં ભાગ લીધો હતો.
પોરબંદરની આદિતપરા પ્રાથમીક શાળામા યોજાઈ બાળ સાંસદની ચૂંટણી - gujarati news
પોરબંદરઃ બાળકોને ચૂંટણી શું છે? તેની પ્રક્રિયા શું છે? કેવી રીતે ચૂંટણી શાખા દ્વારા ચૂંટણીઓનું આયોજન કરાઈ છે. તે અંગેની સમગ્ર માહિતી બાળકોને મળે તે હેતુસર પોરબંદરની આદિતપરા પ્રાથમિક શાળામાં બાળ સાંસદની ચુંટણી યોજાઈ હતી. જેમાં 115 બાળકોએ છ માંથી એક બાળ નેતાને ચૂંટી વિજેતા બનાવ્યો હતો.

પોરબંદરની આદિતપરા પ્રા.શાળામા યોજાઈ બાળ સાંસદની ચૂંટણી
નેતાઓની જેમ જ આ બાળ ઉમેદવારોએ બેનર સાથે પ્રચાર કરી ભાષણ કર્યા હતા. મતદાન સમયે ઇલેક્શન સ્ટાફ સહિત સુરક્ષા દળ પણ તૈનાત કરવામાં આવ્યું હતું. સૌ બાળકોએ 92.17% મતદાન કરી છ ઉમેદવારને મત આપ્યા હતા. જેમાં નિલેશ અરવિંદભાઈ નામનો વિદ્યાર્થી 42 મતથી વિજેતા બન્યો હતો.