ગુજરાત

gujarat

ETV Bharat / state

પોરબંદરના સોઢાણા ગામે વૃદ્ધ દંપતીએ ગળેફાંસો ખાઈ કરી આત્મહત્યા - Sodhana village of Porbandar district

પોરબંદર જિલ્લાના સોઢાણા ગામે વૃદ્ધ દંપતિએ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. હાલ બન્નેના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલમાં ખસેડાયા છે.

પોરબંદરના સોઢાણા ગામે વૃદ્ધ દંપતીએ ગળેફાંસો ખાઈ કરી આત્મહત્યા
પોરબંદરના સોઢાણા ગામે વૃદ્ધ દંપતીએ ગળેફાંસો ખાઈ કરી આત્મહત્યા

By

Published : May 11, 2020, 8:30 PM IST

પોરબંદરઃ જિલ્લાના સોઢાણા ગામે વૃદ્ધ દંપતિએ આપઘાત કર્યો હતો. સોઢાણા ગામના દેવાભાઈ છગનભાઇ કારાવદરા અને તેના પત્ની ઢેલીબેન દેવાભાઈ કારાવદરાએ અગમ્ય કારણોસર પોતાના ઘરમાં જુના મેળાની કાંધીએ ગળે ફાસો ખાઈ આપઘાત કર્યો હતો.

વહેલી સવારે જમાઈ ચા આપવા ગયા ત્યારે સમગ્ર ઘટનાની જાણ થતા તેઓએ પોલીસને જાણ કરી હતી. મૃતકને પરિવારમાં પાંચ પુત્રી હતી. જે તમામ સાસરે છે અને દંપતી નિવૃત જીવન ગુજારતા હતા. હાલ બન્નેના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલમાં ખસેડાયો છે.

ABOUT THE AUTHOR

...view details