ગુજરાત

gujarat

ETV Bharat / state

કોરોના અપડેટ: પોરબંદરમાં 8 કેસ કોરોના પોઝિટિવ, એકનું મોત - પોરબંદર કોવિડ કેસ

પોરબંદરમાં આજે એટલે કે 9 સપ્ટેમ્બર 2020ના રોજ 8 કેસ કોરોના પોઝિટિવ નોંધાયા છે. જ્યારે અત્યાર સુધીમાં પોરબંદરમાં કુલ 514 કોરોના પોઝિટિવ આવ્યા છે. આજે એક મોત થતા અત્યાર સુધીમાં પોરબંદર જિલ્લામાં કોરોનાના કારણે મૃત્યુઆંક 45 થયો છે.

પોરબંદર
પોરબંદર

By

Published : Sep 9, 2020, 7:53 PM IST

પોરબંદર: શહેરમાં આજે એટલે કે 9 સપ્ટેમ્બર 2020ના રોજ 8 કેસ કોરોના પોઝિટિવ નોંધાયા છે. ત્યારે અત્યાર સુધીમાં પોરબંદરમાં કુલ 514 કોરોના પોઝિટિવ આવ્યા છે. આજે એક મોત થતા અત્યાર સુધીમાં પોરબંદર જિલ્લામાં કોરોનાના કારણે મૃત્યુઆંક 45 થયો છે.

પોરબંદરમાં 8 કેસ કોરોના પોઝિટિવ, એકનું મોત
પોરબંદરમાં મીરા નગરમાં રહેતા 54 વર્ષના પુરુષને તથા કોળીવાડમાં રહેતી 42 વર્ષની મહિલાને અને કુતિયાણાના ગોકરણ ગામે રહેતા 40 વર્ષના પુરુષને તથા પોરબંદરના ધરમપુર ગામે રહેતા 43 વર્ષના પુરુષ અને રાણાવાવના રાણા કંડોરણા ગામે રહેતા 50 વર્ષના પુરુષને તથા પોરબંદરના દેગામ ગામે રહેતા 60 વર્ષના પુરુષને તથા પોરબંદરના રાવલીયા પ્લોટમાં રહેતી 39 વર્ષની મહિલાનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે. તમામને કોવિડ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આજ રોજ પોરબંદર જિલ્લામાંથી 03 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.પોરબંદરમાં હાલ કોરોના પોઝિટિવના કુલ 45 દર્દીઓ એક્ટિવ છે, જેમાં પોરબંદર હોસ્પિટલ ખાતે 17 કોવિડ કેર સેન્ટર ખાતે 02 તથા અન્ય જિલ્લા રાજ્ય ખાતે 19 હોમ આઇસોલેશન ખાતે 02, અન્ય જિલ્લા ખાતે કરાયેલા હોમ આઇસોલેશનના 04 દર્દી તથા સ્ટેટસ પેન્ડીંગ રિપોર્ટ દર્દીની સંખ્યા 01 છે.

ABOUT THE AUTHOR

...view details