ગુજરાત

gujarat

ETV Bharat / state

ચૂંટણીખર્ચ પર દેખરેખ અંગે ઓબ્ઝર્વર દ્રારા અપાયું માર્ગદર્શન - gujaratinews

પોરબંદર: શહેરમાં ચૂંટણીપંચના ઓબ્ઝર્વર દ્વારા ચૂંટણીખર્ચ પર દેખરેખ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. પોરબંદર લોકસભા બેઠક માટે ચૂંટણીપંચ નવી દિલ્હી દ્વારા ઈન્ડિયન રેવન્યુ સર્વિસના બે સિનિયર અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે. જેમાં ઓબ્ઝર્વર અધિકારી ગગન સુદને 74-જેતપુર, 88-કેશોદ, 85-માણાવદર અને 84-કુતિયાણા વિધાનસભા માટે વિસ્તાર તેમજ ઓબ્ઝર્વર અધિકારી રોહિત ઈન્દોરા 83-પોરબંદર, 75-ધોરાજી અને 73-ગોંડલ બેઠક પર જે પણ ખર્ચ થશે તે પર દેખરેખ રાખવામાં આવશે.

ફાઈલ ફોટો

By

Published : Mar 30, 2019, 5:57 PM IST

ચૂંટણીપંચ દ્વારા નિયુક્ત કરવામાં આવેલા બંનેખર્ચ ઓબ્ઝર્વરઓએ સર્કીટહાઉસ પોરબંદર ખાતે પોરબંદર લોકસભા બેઠકમાં સમાવિષ્ટ તમામ ખર્ચ નિરીક્ષક ટીમ, નોડલ અધિકારીઓ અને ખર્ચ નિરીક્ષણ માટે નિમણૂક કરાયેલા અધિકારીઓ સાથે બેઠક કરી હતી. ત્યારબાદ ચૂંટણીપંચની માર્ગદર્શિકા મુજબ જરૂરી એક્શન લેવા સાથે ખર્ચ સંબંધિત માર્ગદર્શન પણ આપ્યું હતું.

આ બેઠકના પ્રારંભે જિલ્લા વિકાસ અધિકારી અને નોડલ ઓફીસર એક્સપેન્ડીચર અજય દહિયાએ FST, SST ટીમ, MCMC, MCC વિધાનસભા વાઇઝ શેડો રજીસ્ટર, ફોલ્ડર, રીપોર્ટીગ ફોર્મેટ સહિત વિસ્તૃત જાણકારી આપી હતી. સાથે જ એકટીમ તરીકે સૌને કાર્યરત રહેવાની ચૂંટણીપંચની અદ્યતન સૂચનાઓનું અનુકરણકરવા જણાવ્યું હતું. જિલ્લા પોલીસ વડાપાર્થરાજસિહ ગોહીલ, નોડલ ઓફીસર MCC, એસ. ડી ધાનાણી, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી કે.જી.ચૌધરી, જિલ્લા તિજોરી અધિકારી રમેશ રાવલીયા, ઓબ્ઝર્વરના લાઇઝન અધિકારી નિશાંતદેસાઇ, ટી.સી તિર્થાણી, જિલ્લા માહિતી અધિકારી અર્જુન પરમાર, એકાઉન્ટિંગ ટીમના ઇન્કમટેક્ષ ઓફિસર, જિલ્લા હીસાબી અધિકારી વાઘેલા હાજર રહીને પોતાની કામગીરીની વિગતો આપી હતી.

ABOUT THE AUTHOR

...view details