પોરબંદરઃ જિલ્લામાં બરડા પંથકના ગામડામાંઓમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ગુરુવારે બપોરે 12.45 કલાકે 1.6ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. જો કે, ભૂકંપથી કોઇ જાનહાની થઈ નથી.
પોરબંદર જિલ્લાના બરડા પંથકમાં ભૂકંપના 2 આંચકા અનુભવાયા - Barda diocese
પોરબંદર જિલ્લામાં બરડા પંથકના ગામડામાંઓમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ગુરુવારે બપોરે 12.45 કલાકે 1.6ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ભૂકંપનું એપી સેન્ટર ભાણવડ નજીક લાલપુર ગામ હોવાનું ડિઝાસ્ટર કચેરીના અધિકારીએ જણાવ્યું હતું.
પોરબંદર જિલ્લાના બરડા પંથકમાં ભૂકંપ
જિલ્લાના બરડા પંથકના સોઢાણા, નાગકા સહિતના ગામમાં ગુરુવારે બપોરે ભૂકંપના આચકાઓ અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા 1.6ની હોવાનું ડિઝાસ્ટર કચેરીના અધિકારીએ જણાવ્યું હતું, તેમજ એપી સેન્ટર ભાણવડ નજીકનું લાલપુર ગામ હોવાનું જણાવ્યું હતું. જો કે, આ ભૂકંપમાં કોઈ પણ પ્રકારની જાનહાની થઈ નથી. મોટા ભાગના લોકોને ભૂકંપના આંચકાની જાણ પણ થઈ ન હતી.
આ ઉપરાંત બીજો આંચકો સાંજે 7ઃ16 કલાકે 3.0ની તિવ્રતાનો નોંધાયો હતો. જેનું એપી સેન્ટર પોરબંદરથી 22 કિમીની આસપાસ નોંધાયું હતું.