આ બેઠકમાં પ્રિમોનસુન અને ડ્યુરીંગ મોનસુન બાબતે જિલ્લાના અધિકારીઓ સાથે સમીક્ષા કરી હતી. કલેક્ટરે જણાવ્યું કે, તાલુકા તથા શહેરી લેવલે સંબંધિત કચેરીઓએ કંટ્રોલરૂમ 1લી જૂનથી શરૂ કરવા અને જિલ્લાના કંટ્રોલરૂમને રીપોર્ટ આપવા સાથે પૂર, વાવાઝોડું, વરસાદના સમયે દર 2 કલાકે જિલ્લા કંટ્રોલરૂમને રીપોર્ટ આપવો જરૂરી છે. છેવાડાના ગામડા સાથે પણ જોડાઇ રહેવું શેલ્ટર હોમ નક્કી કરવા તેમજ પ્રિમોનસૂન કામગીરીથી ચોકસાઇ પૂર્વક કરવી જેથી આફત ટાળી શકાય.
કલેક્ટરે ડેમના પાળા મજબૂત કરવા, રસ્તા પર રહેલા બાવળિયા જે પાણીના નિકાલને રોકે છે તેને સાફ કરાવવા, વાવાઝોડા કે પૂરના સમયે તરવૈયા સાથે સંપર્કમાં રહેવું. વરસાદના કારણે જિલ્લાનું એક પણ ગામ સંપર્ક વિહોણું ન રહે તેની પૂરી કાળજી લેવા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.