ગુજરાત

gujarat

ETV Bharat / state

વલસાડ-સુરત સેક્શનમાં બ્લોકને કારણે પોરબંદરથી દોડતી કેટલીક ટ્રેનોને અસર થશે - Etv bharat gujarati train late

વલસાડ-સુરત સેક્શનમાં મારોલી-સચિન યાર્ડ વચ્ચે બ્લોકને કારણે પોરબંદરથી દોડતી કેટલીક ટ્રેનોને અસર થશે. જાણો કઈ ટ્રેનને થઈ શકે છે અસર...

વલસાડ-સુરત સેક્શનમાં બ્લોકને કારણે પોરબંદરથી દોડતી કેટલીક ટ્રેનોને અસર થશે
વલસાડ-સુરત સેક્શનમાં બ્લોકને કારણે પોરબંદરથી દોડતી કેટલીક ટ્રેનોને અસર થશે

By ETV Bharat Gujarati Team

Published : Dec 11, 2023, 4:05 PM IST

પોરબંદર:વલસાડ-સુરત સેક્શનમાં મારોલી-સચિન યાર્ડ વચ્ચે પીએસસી સ્લેબ સાથે બ્રિજ નંબર 420ના સ્ટીલ ગર્ડરને બદલવા માટે 12 અને 13 ડિસેમ્બર, 2023ના રોજ 4 કલાકનો બ્લોક લેવામાં આવશે. આ બ્લોક 12 ડિસેમ્બર, 2023ના રોજ સવારે 11.50 થી 15.50 અને 13 ડિસેમ્બર 2023ના રોજ સવારે 10.30 થી 14.30 સુધી રહેશે. બ્લોકને કારણે પશ્ચિમ રેલ્વેની કેટલીક ટ્રેનોનું રિશેડ્યુલ અને રેગ્યુલેટ કરવામાં આવશે.

ભાવનગર ડિવિઝનના સીનિયર ડીસીએમ માશુક અહમદના જણાવ્યા અનુસાર અસરગ્રસ્ત ટ્રેનોની વિગતો નીચે મુજબ છે:

12 ડિસેમ્બર 2023ના રોજ રિશેડ્યૂલ થનારી ટ્રેનો:

12 ડિસેમ્બર, 2023 ના રોજ શરૂ થનારી ટ્રેન નંબર 20968 પોરબંદર-સિકંદરાબાદ સુપરફાસ્ટ એક્સપ્રેસ, 3 કલાક રિશેડયૂલ કરવામાં આવશે.

11 ડિસેમ્બર, 2023ના રોજ શરૂ થનારી ટ્રેન નંબર 19016 પોરબંદર-દાદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ 2 કલાક 30 મિનિટ રિશેડયુલ કરવામાં આવશે.

12 ડિસેમ્બર, 2023 ના રોજ શરૂ થનારી ટ્રેન નંબર 19015 દાદર-પોરબંદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ 1 કલાક 40 મિનિટ રેગ્યુલેટ કરવામાં આવશે.

13 ડિસેમ્બર, 2023ના રોજ રેગ્યુલેટ થનારી ટ્રેનો:
ટ્રેન નંબર 19015 દાદર-પોરબંદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ 30 મિનિટ માટે રેગ્યુલેટ કરવામાં આવશે.

મુસાફરોને વિનંતી કરવામાં આવે છે કે કૃપા કરીને મુસાફરી કરતી વખતે ઉપરોક્ત ફેરફારો ધ્યાનમાં રાખો.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details