પોરબંદરઃ આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે જિલ્લા પંચાયત પ્રમુખ નિલેષભાઇ મોરીએ વ્યસનથી આર્થિક અને સામાજીક કેવી રીતે નુકશાન થાય તે વિશે સવિસ્તૃત માહીતી આપી અને ગુજરાતની નશાબંધી નિતિને વળેલ પહેલુ રાજ્ય છે. તેમજ ગુજરાતની શાંતી અને સમૃધ્ધી નશાબંધી નીતીને આભારી છે અને હાલ કોવિડ-19 વાઈરસ મહામારીનેથી બચવા માટે સરકારી ગાડઇલાઇન્સ તમામ લોકોને અનુસરવા તથા સ્વસ્થતા ઉપર વધુ ભાર મુકવા જણાવ્યું હતું.
પોરબંદરમાં નશાબંધી સપ્તાહ-2020ની ઉજવણીનો ઉદ્ઘાટન સમારોહ યોજાયો - Drug Free Week
તા-2જી ઓકટોબર-2020ના રોજ ગાંધીજીની જન્મ જયંતી નિમિત્તે નશાબંધી સપ્તાહ-2020ની ઉજવણીના ઉદ્ઘાટન સમારોહનું આયોજન કોમ્યુનિટી હોલ ખાતે કરવામાં આવ્યું હતું, જેમાં લાયન્સ કલબ પોરબંદર, સાઇનાથ ચેરિટેબલ ટ્રસ્ટ, કલરવ સાહિત્ય વિકાસ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે શ્રમીક સંમેલન તેમજ જરૂરીયાત મંદ શ્રમીકોને રાશનકીટ, માસ્ક વિતરણ, નશાબંધી તેમજ સાહિત્ય વિતરણનું સોશીયલ ડિસ્ટન્સ સાથે આયોજન કરવામાં આવ્યું હતું.
પોરબંદરમાં નશાબંધી સપ્તાહ-2020ની ઉજવણીનો ઉદ્ઘાટન સમારોહ યોજાયો
નશાબંધી અધિક્ષક પી.આર ગોહિલએ આભાર વિધી રજૂ કરી નશાબંધી વિશેના કાયદાઓની માહીતી આપી તેમજ કોઇ જગ્યાએ દારૂ દુષણ હોય તો ટોલ ફી નંબર 14405 પર ફરીયાદ કરવા જણાવ્યુ હતું અને આભાર વિધી રજૂ કરી કાર્યક્રમ પુર્ણ કરવામાં આવ્યો હતો. તેમજ સમગ્ર કાર્યક્રમનું સંચાલન નશાબંધી આબકારી ખાતાના સભ્ય નિમીષાબેન જોષીએ કર્યું હતું.
આ કાર્યક્રમમાં પોરબંદર જિલ્લા પંચાયતના પ્રમુખ નિલેષભાઇ મોરી તેમજ અધિક્ષક નશાબંધી અને આબકારીના અધિક્ષક પી.આર ગોહિલ તેમજ સ્ટાફ કરમટાભાઇ તેમજ આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા.
Last Updated : Oct 3, 2020, 11:22 PM IST