હાલ ડૉ. નિલમ એટોમેટિક પાવર અંગે દેશભરમાં જાગૃતિ લાવવા અને એકેડેમિક એનર્જીથી દેશને સંપન્ન બનાવવાની દિશામાં કાર્યરત છે. જેમાં હાલ દેવુ ગુજરાત અને રાજસ્થાન સહિતના વિસ્તારોમાં ઍટોમિક એનર્જી માટે લોકોમાં જાગૃતિ લાવવાના પ્રયાસ કરી રહ્યા છે. જેથી નીલમ ગોયલે પત્રકાર પરિષદને સંબોધન કરી હતી. આ પરિષદમાં તેમણે જણાવ્યુ કે, મોરબી જેવા ઔદ્યોગિક વિસ્તારમાં ઉર્જાની જરૂરિયાતને પહોંચી વળવા માટે ઍટોમિક એનર્જી કેવી રીતે કારગત નીવડી શકે છે.
મોરબીમાં 'પરમાણુ સહેલી'નું બિરુદ મેળવનાર ડૉ. નિલમ ગોયલે યોજી પત્રકાર પરિષદ - Porbander
મોરબીઃ ઓટોમેટિક એનર્જી પર ડૉક્ટરેટ કરી 'પરમાણુ સહેલી'નું બિરુદ મેળવનાર ડૉક્ટર નિલમ ગોયલ ઓટોમેટિક પાવર ઈવોલ્યુશન અવેરનેસ ફાઉન્ડેશન સંસ્થામાં કાર્યરત છે. તેમણે આજે મોરબી જેવા ઔધોગિક શહેરમાં ઊર્જાની જરુરિયાતને પહોંચી વળવા માટે એટોમિક એનર્જી કેવી રીતે ઉપયોગી નીવડી શકે તે અંગે એક પત્રકાર પરિષદનું આયોજન કર્યુ હતુ.
ડૉ. નિલમ ગોયલે પત્રકાર પરિષદ સંબોધી
વધુમાં તેમણે જણાવ્યુ કે, સસ્તી ઊર્જા જે ભવિષ્યનો વિકલ્પ બની શકે છે, આગામી દિવસોમાં કોલસા-પેટ્રોલનો જથ્થો ખૂટી જશે ત્યારે પરમાણુ ઊર્જા એક વિકલ્પ બની શકે છે તે દિશામાં લોકોમાં જાગૃતિ લાવવાના પ્રયાસો કરી રહ્યા છે.