ગુજરાત

gujarat

ETV Bharat / state

પોરબંદરની દિવ્યાંગ શ્રેયાએ રાજ્યકક્ષાએ ખેલમહાકુંભમાં પ્રથમ ક્રમાંકે મેળવ્યો વિજય

પોરબંદરઃ શહેરની ભાવસિંહજી હાઇસ્કૂલમાં દિવ્યાંગ વિદ્યાર્થિનીએ ખેલમહાકુંભમાં રાજ્યકક્ષાએ પ્રથમ ક્રમાંકે વિજય મેળવ્યો છે. ત્યારે શાળા પરિવાર સહિત બાળકીના પરિવારમાં આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે. બાળકી જન્મતાથી જ સેરીબ્રલ પાલ્સી બીમારીથી પીડાઈ છે. જેના કારણે તે સરખું ચાલી બોલી શકતી નથી. પણ કેહવાય છે કે, ‘હોસલો સે ઉડાન હોતી હૈ’ જે આ નાનકડી બાળકીમાં જોવા મળે છે. જેણે શાળા અને પરિવારના પ્રેમ અને સહયોગથી ખેલમહાકુંભમાં રાજ્યકક્ષાએ જીત મેળવી છે.

પોરબંદર
પોરબંદર

By

Published : Jan 1, 2020, 7:17 PM IST

વરાણા ગામે રહેતા ભરતભાઈ પાઠક અને દક્ષાબેનના પરિવારમાં બાળકીનો જન્મ થયો. પણ પરિવારમાં તેની જન્મની ખુશી કરતાં વધુ દુઃખ વધુ હતું. કારણ કે, તેનો જન્મ સેરીબ્રલ પાલ્સીથી નામની બીમારી સાથે હતો. આ એવી બીમારી છે. જેનો કોઈ ઉપચાર નથી. જેથી પરિવાર ચિંતામાં ગરકાવ થયું. પરંતુ શ્રેયાના માતા પિતાએ તેને શ્રેષ્ઠ શિક્ષણ અને ઉજ્જવળ ભવિષ્ય આપવાનું નક્કી કર્યુ અને તેના સફરની શરૂઆત થઈ.

દિવ્યાંગ શ્રેયાએ રાજ્યકક્ષાએ ખેલમહાકુંભમાં પ્રથમ ક્રમાંકે મેળવ્યો વિજય

ધીમે -ધીમે તે મોટી થઈ તેની સાથે તેની મુશ્કલીઓમાં વધારો થયો. પણ તેના માતા પિતાએ હાર ન માની અને સતત તેની પ્રોત્સાહિત કરતાં રહ્યાં. પોરબંદરની ભાવસિંહજી હાઇસ્કૂલમાં શ્રેયાએ અભ્યાસ શરૂ કર્યો. જ્યાં તેણે શિક્ષકો દ્વારા યોગ્ય માર્ગદર્શન મળ્યું અને તેને તેને એક નવી શરૂઆત કરી.

શાળામાં તેને મળતા સમાનતા ભાવના કારણે તે લોકો સાથે સરળતાથી જોડાતી ગઈ અને રમત-ગમતમાં બમણાં ઉસ્તાહથી ભાગ લેવા લાગી. આમ, શાળા અને મિત્રો સહાકારથી તેણે ગુજરાતમાં રાજ્યકક્ષાએ યોજાયેલા ખેલમહાકુંભમાં ભાગ લીધો. જેમાં તેણે દિવ્યાંગની કેટેગરીમાં બોચી બોલ રમતમાં પ્રથમ અને ક્લબ કરો રમતમાં દ્વિતીય સ્થાન પ્રાપ્ત કર્યુ. જેથી શાળા અને તેના પરિવારમાં આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે.

આજે જ્યારે લોકો દિવ્યાંગતા બાળકો પર દયા દાખવી તેને બીમારાપણાંનો અનુભવ કરાવે છે. ત્યારે તે જ દિવ્યાંગ બાળકને પ્રેમ, હૂંફ અને સમાનતા ભાવ મળે તો તે બાળક શું કરી શકે છે. તેનું આ એક ઉત્તમ ઉદાહરણ છે.

ABOUT THE AUTHOR

...view details