પોરબંદરઃ એક બાજુ કોરોનાની મહામારી ચાલી રહી છે. ત્યારે લોકોના ધંધા-રોજગાર પણ મંદ પડ્યા છે.સરેરાશ ગ્રેડ કરતાં વધુ લાઈટ બિલ આવતા કોંગ્રેસે PGVCL વિભાગના અધિક્ષક ઈજનેર રજૂઆત કરી હતી કે, લોકડાઇનની પરિસ્થિતિમાં લોકોના રોજગાર ધંધા બંધ થયા છે. લોકોનું જીવન વિખેરાઇ ગયું છે.
પોરબંદરમાં એવરેજ કરતા વધુ લાઈટ બિલ આવતા , બિલ માફીની જિલ્લા યુવક કોંગ્રેસની માગ
પોરબંદર શહેરમાં સરેરાશ ગ્રેડ કરતાં વધુ લાઈટ બિલ આવતા કોંગ્રેસે PGVCL વિભાગના અધિક્ષક ઈજનેર રજૂઆત કરી હતી કે,મધ્યમ વર્ગીય પરિવારની જીવનશૈલી બદલાઈ ગઈ છે. તેમની પાસે ઘર ચલાવવા માટે પણ નાણાંનો અભાવ છે. ત્યારે એવરેજ કરતા વધુ લાઈટ બિલ આવતા યોગ્ય તપાસ કરી બિલ માફી આપવા જિલ્લા યુવક કોંગ્રેસની માંગ છે.
મધ્યમ વર્ગીય પરિવારની જીવનશૈલી બદલાઈ ગઈ છે. તેમની પાસે ઘર ચલાવવા માટે પણ નાણાંનો અભાવ છે. આવી પરિસ્થિતિમાં PGVCL દ્વારા મહિનાની સરેરાશ કરતાં પણ વધુ બિલ આપવામાં આવ્યા છે.ત્યારે લોકો પણ આ બિલને જોઈને આશ્ચર્યચકિત થઇ ગયા છે.
આથી PGVCL દ્વારા સરેરાશ કરતા વધુ બિલ આપવામાં આવ્યા છે. તેની યોગ્ય રીતે તપાસ કરવા માંગણી કરી હતી અને લોકડાઉનની કપરી પરિસ્થિતિમાં વધુ બિલ અપાયા છે. જેથી યોગ્ય કરવામાં આવે તેવી માગ જિલ્લા યુવક કોંગ્રેસના પ્રમુખ ધર્મેશ પરમાર દ્વારા કરવામાં આવી હતી.