તાલુકા કક્ષાએ પ્રથમ ક્રમે વિજેતા કલાકારોએ જિલ્લાકક્ષા કલા મહાકુંભમાં પોતાના ID પ્રુફ સાથે ઉપસ્થિત રહેવુ ફરજીયાત છે, વિજેતા કલાકારો તારીખ 21,22,23 જાન્યુઆરીના રોજ અસ્માવતી રિવરફન્ટ, પોરબંદર ખાતે યોજાનાર જિલ્લા કક્ષાના કલા મહાકુંભમા પોતાની કૃતિ રજૂ કરશે.
પોરબંદરમાં અસ્માવતી રિવરફન્ટ ખાતે જિલ્લા કક્ષાનો કલા મહાકુંભ યોજાશે - અસ્માવતી રિવરફન્ટ
પોરબંદરઃ ગુજરાત સરકારના રમત ગમત,યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ ગાંધીનગર દ્રારા આયોજિત અને જિલ્લા વહીવટી તંત્ર, જિલ્લા રમતગમત અધિકારીની કચેરી પોરબંદર સંચાલિત તાલુકા કક્ષાનો કલા મહાકુંભ-2020 પોરબંદર જિલ્લાના તાલુકાઓમાં યોજાયો હતો.
hjgj
તાલુકા કક્ષાએ પ્રથમ નંબર પ્રાપ્ત કરેલા સ્પર્ધકો તેમજ પોરબંદર જિલ્લાની જાહેર જનતાને પોરબંદર જિલ્લાકક્ષા કલા મહાકુંભ-2019/20મા ઉપસ્થિત રહી કલાકારોને પ્રોત્સાહન પુરું પાડવા પોરબંદર જિલ્લા વહીવટી તંત્ર તેમજ જિલ્લા રમતગમત અધિકારીની કચેરી દ્રારા જણાવાયુ હતુ.