ગુજરાત

gujarat

ETV Bharat / state

પોરબંદરઃ જિલ્લા પુરવઠા અધિકારીએ પુરાવા વિનાના બાયો ડીઝલ પંપ સીલ કર્યાં

કુતિયાણામાં જિલ્લા પુરવઠા અધિકારી અને કુતિયાણાના મામલતદાર દ્વારા ૨ પંપની તપાસ કરવામાં આવી હતી. આ પંપોના સંચાલકો દ્વારા આધાર પુરાવા રજૂ નહીં કરાતાં તપાસ અધિકારીએ અંદાજે 5 લાખનો મુદ્દામાલ જપ્ત કરી બન્ને પંપને સીલ કર્યાં હતાં.

ETV BHARAT
જિલ્લા પુરવઠા અધિકારીએ પુરાવા વિનાના બાયો ડીઝલ પંપ સીલ કર્યાં

By

Published : Oct 3, 2020, 10:50 PM IST

પોરબદરઃ કુતિયાણામાં જિલ્લા પુરવઠા અધિકારી અને કુતિયાણાના મામલતદાર દ્વારા ૨ પંપની તપાસ કરવામાં આવી હતી. આ પંપોના સંચાલકો દ્વારા આધાર પુરાવા રજૂ નહીં કરાતાં તપાસ અધિકારીએ અંદાજે 5 લાખનો મુદ્દામાલ જપ્ત કરી બન્ને પંપને સીલ કર્યાં હતાં. આ ઉપરાંત માધવપુર ખાતે પણ પોરબંદરના મામલતદારે બાયો ડીઝલ પંપ પર તપાસ કરી હતી. પંપના સંચાલક દ્વારા આધાર પુરાવા રજુ નહીં કરાતાં સેમ્પલ લઈને મુદામાલ જપ્ત કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

જિલ્લા તંત્રની અચાનક તપાસથી આધાર પુરાવા વિનાના બાયો ડીઝલ પંપ ચલાવતા સંચાલકોમા ફફડાટ ફેલાયો છે. ત્યારબાદ પુરવઠા ટીમ દ્વારા જિલ્લામાં વિવિધ સ્થળોએ કાર્યરત બાયો ડીઝલ પંપો પર તપાસ કરીને આધાર પુરાવા વગરના પંપોને બંધ કરાવ્યા હતા અને સેમ્પલ લઈને ગાંધીનગર મોકલવામાં આવ્યા હતા.

ભારત સરકારની બાયો ડીઝલ નીતિનો કોઈ પણ ભંગ કરશે, તો તેમની સામે કલેક્ટરના માર્ગદર્શન હેઠળ જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details