પોરબંદરમાં રાણાવાવ કુતિયાણા અને પોરબંદર તાલુકામાં 13 જૂન થી 16 જૂન વચ્ચે સામાન્ય વરસાદ થયો હતો. ત્યારે ખેડૂતોએ વાવેતર કર્યુ હતું પણ ત્યારબાદ વાવાણી લાયક વરસાદ ન થતાં મગફળીના પાકને 70 ટકાથી વધુ નુકસાન થયું છે. તો આગળ મગફળીની ખેતીમાં કોઇ ખાસ ફાયદો ન હોવાનું ખેડૂતો જણાવી રહ્યાં છે.
તંત્રએ પાક સામે થયેલાં નુકસાનનો ભોગવટો કરવા માટે પ્રધાનમંત્રી ફસલ બીમા યોજનાની ગાઇડલાઇન મૂકી છે. પણ આ ખેડૂતો તેનો લાભ લઇ શક્યા નથી. કારણ કે, આ ગાઇડલાઇન અંગ્રેજીમાં મૂકી છે. તેથી ખેડૂતોને તે અંગેની માહિતી મેળવી શક્યાં નથી. એટલે તમામ વીમા કંપની દ્વારા પાક વીમાની ગાઇડ લાઇન ગુજરાતીમાં મુકવાની માગ ઉગ્ર બની છે.
પોરબંદર જિલ્લા પંચાયત બહાર વચગાળાના પાક વીમાની માગને લઇ જિલ્લા કોંગ્રેસ સમિતિ સભ્યો ધરણાં પર બેઠાં કોંગ્રેસના આગેવાન પાલભાઈ આંબલિયા આ અંગે જણાવ્યું હતું કે," ગ્રામ્યકક્ષાએ સરકાર દ્વારા કમિટી બનાવીને તેઓને કામગીરી સોંપવાની હોય છે. ત્યારબાદ ખેડૂતોને માટે ફોટો પડાવી અને કામગીરી કરાવવાની હોય છે .પરંતુ અહીં ખેતીવાડી અધિકારી દ્વારા ખેડૂતોને અક્ષાંશ અને રેખાંશ મુજબના ફોટો પાડવા ખેતીવાડી અધિકારીએ જણાવ્યું હતું. ત્યારે તમામ કામગીરી ખેડૂતો કરેશે તો અહેવાલ કોણ બનાવે તેવા અનેક સવાલો ઉઠ્યાં હતા. આ ઉપરાંત આ પ્રકારની કોઈ કમિટી તાલુકા સ્તરે ન બનાવવાનો પણ આક્ષેપ કરાયો હતો. ગ્રામ્ય સ્તરે વૈજ્ઞાનિક પદ્ધતિથી નોંધાયેલ વરસાદ અને ઓટોમેટીક વેધર સ્ટેશન દ્વારા દરરોજના હવામાન અહેવાલ પણ ધ્યાનમાં લઈને રીપોર્ટ કરવાનો હોય છે. પરંતુ અત્યાર સુધી ઓટોમેટીક વેધર સ્ટેશન એક પણ ગામડામાં જોવા નથી મળ્યું ન હોવાના ગંભીર આક્ષેપો કરવામાં આવી રહ્યાં છે.
વાવણી પછી 30 દિવસ સુધી વરસાદ ન થાય તો અનુકૂળ હવામાન ના હોય ત્યારે રાજ્ય સરકારે તાત્કાલિક ધોરણે પેમેન્ટ નોટિફિકેશન બહાર પાડવું જોઈએ. સાથે મિડ સિઝન એડવર્ડ સીટી ક્લોઝ મુજબ રાજ્ય સરકાર ઇન્સ્યોરન્સ કંપની અને ખેતીવાડી અધિકારીના વિભાગ દ્વારા જોઈન્ટ સર્વે કરવામાં આવે તેવી માંગ કરાઇ હતી. ત્યારે સમગ્ર બાબતે ખેતીવાડી અધિકારી જે. એન. પરમારે જણાવ્યું હતું કે, " ખેડૂતો અને કોંગ્રેસના આગેવાનોની રજૂઆત અંગે પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના અંતર્ગતની ગાઈડલાઈન મુજબ આગળની કાર્યવાહી કરવામાં આવશે અને યોગ્ય પગલાં ભરવામાં આવશે."
આમ, ખેડૂતોને વચગાળાના પાક વીમાના પૈસા તાત્કલિક અપાવવાની માગ સાથે જિલ્લા કોંગ્રેસ સમિતિના સભ્યો ધરણાં પર બેઠાં હતા. જેથી જિલ્લાના ખેડૂતોને પ્રધાનમંત્રી ફસલ યોજનાનો લાભ મળે અને તેઓ નુકાસાન સામે રક્ષણ મેળવી શકે.