પોરબંદર:પોરબંદરમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સાથે જિલ્લા ભાજપની મિટિંગ યોજાઈ હતી. આ મિટિંગમાં ભાજપના પ્રશાંત કોરાટ કુવરજીભાઈ બાવળીયા પ્રદીપ ખીમાણી તથા પોરબંદર જિલ્લા ભાજપના પ્રમુખ રમેશભાઈ પટેલ પૂર્વ ધારાસભ્ય બાબુભાઈ બોખીરીયા સહિતના આગેવાનો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. પોરબંદર જિલ્લા ભાજપના પ્રભારી પ્રદીપ ખીમાણીએ મીડિયાને જણાવ્યું હતું કે, "આજે યોજાયેલ બેઠકમાં વડાપ્રધાન મોદી ના એક તારીખ એક કલાક કાર્યક્રમમાં મહા શ્રમદાન અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંત ચૂંટણી બાબતે પણ ચર્ચા કરવામાં આવી હતી અને સંગઠનને મજબૂત કરવાની વાત કરી હતી.
Porbandar News: પોરબંદરમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સાથે જિલ્લા ભાજપની મિટિંગ યોજાઈ
મુખ્યપ્રધાને પોરબંદરમાં ગાંધીજીના જન્મ સ્થળ કીર્તિ મંદિર ખાતે પુષ્પાંજલિ અર્પણ કરી હતી. ઉપરાંત પોરબંદરની લોડર્સ હોટલ ખાતે ભાજપના આગેવાનો અને કાર્યકર્તાઓ સાથે મિટિંગ યોજી હતી.
Published : Oct 2, 2023, 9:19 AM IST
આ કોઈ ભજન મંડળી નથી:પ્રેસ કોન્ફરન્સમાં મીડિયા પ્રતિનિધિ દ્વારા એક સવાલ કરવામાં આવ્યો હતો કે ચૂંટણી અંગે કોઈ ચર્ચા કરવામાં આવી હતી કે કેમ ત્યારે જિલ્લા પ્રભારી પ્રદીપ ખીમાણીએ જણાવ્યુ હતું કે આ કોઈ ભજન મંડળી નથી રાજકીય પક્ષ છે એટલે સ્વાભાવિક છે ચૂંટણી અંગે ચર્ચા થાય જ. મુખ્યપ્રધાનએ જી ટવેનટી મિટીંગની સફળતા અને વન ડે વન ડિસ્ટ્રિક્ટ અંતર્ગત તમામ જિલ્લામાં મુખ્યપ્રધાન પ્રવાસ કરશે. જિલ્લા ભાજપને પોરબંદરમાં વિકાસ કાર્યો અંગે ચર્ચા કરી હતી.
પોરબંદરવાસીઓ જેમ કહેશે તેમ કરવાની ખાતરી:આજે 2 ઓક્ટોબરના રોજ ગાંધી જયંતિ છે. જેના અનુસંધાને રાજ્યના મુખ્યમંત્રી પોરબંદર આવી પહોંચ્યા હતા. આજે તેઓ એ ખારવા સમાજ સહિત તમામ સંસ્થાના આગેવાનોને મળ્યા હતા. પોરબંદરના સળગતા પ્રશ્નો એવા જેતપુરના સાડી ઉદ્યોગના પાણીને પોરબંદરમાં ઠાલવવાના પ્રોજેકટને રદ કરવા અંગે વિનંતી કરી હતી. જેમાં મુખ્યપ્રધાને પોરબંદરવાસીઓ જેમ કહેશે તેમ કરવાની ખાતરી આપી હતી.