ગુજરાત

gujarat

ETV Bharat / state

આવશ્યક ચીજવસ્તુઓનું ઉત્પાદન, જથ્થાબંધ, છૂટક વેચાણની પ્રવૃતિઓને શરતોને આધીન શરૂ કરી શકાશે - porbandar distric_magistrate_new_rules_in_lokdown

કોરોના મહામારીનાં કારણે લોકડાઉનની સ્થિતિએ જિલ્લા મેજિસ્ટ્રેટ પોરબંદર દ્રારા હુકમ જારી કરીને આવશ્યક સેવાઓ સિવાયની તમામ સેવાઓ રાજ્ય સરકારની સૂચના મુજબ 3 મે સુધી બંધ રાખવામાં આવી છે. ત્યારે ભારત સરકારની માર્ગદર્શિકા મુજબ પ્રજાની હાડમારી ઓછી કરવા માટે છુટછાટ આપવાની જોગવાઇ કરેલી હોવાથી જિલ્લા મેજિસ્ટ્રેટ દ્રારા ક્રમ-3ના 18 એપ્રિલના હુકમ અન્વયે છુટકારો આપવામાં આવ્યો છે.

distric_magistrate_new_rules_in_lokdown
આવશ્યક ચીજવસ્તુઓનું ઉત્પાદન, જથ્થાબંધ, છૂટક વેચાણની પ્રવૃતિઓને શરતોને આધીન શરૂ કરી શકાશે

By

Published : Apr 21, 2020, 12:02 AM IST

પોરબંદર : પોરબંદર જિલ્લા મેજિસ્ટ્રેટ દ્રારા 3 મે સુધી તથા સરકાર દ્રારા જો મુદત લંબાવવામાં આવે તે તારીખ સુધી નીચે મુજબની પ્રવૃતિઓ બંધ રહેશે. જેમાં જાહેર પરિવહન માટેની બસો, સુરક્ષા હેતુ સિવાયની ટ્રેન દ્રારા મુસાફરી, સ્થાનિક અને આંતરરાષ્ટ્રિય હવાઇ મુસાફરી, મંજૂરી વગરની જિલ્લા અને આંતર રાજ્યની મુસાફરી, તમામ સરકારી ખાનગી શાળાઓ, કોચિંગ ક્લાસ, મંજૂરી આપેલ સિવાયની તમામ ઔદ્યોગિક અને વ્યવસાયિક પ્રવૃતિઓ, ટેક્ષીઓ, ઓટોરિક્ષાઓ અને સાઇકલ રિક્ષાઓ, સહિત કેબ સર્વિસની સેવાઓ, સિનેમા હોલ, રમત સંકુલો, સ્વિમીંગ પુલ, મનોરંજનન ઉધાનો, એસેમ્બલી હોલ જેવા જાહેર સ્થળો, બધા સામાજીક, રાજકીય, મનોરંજન, શૈક્ષણિક, સાંસ્કૃતિક અને ધાર્મિક કાર્યો તથા અન્ય મેળાવડા ધાર્મિક આયોજનો પર પ્રતિબંધ પુજાના સ્થળો બધા ધાર્મિક સ્થાનો, અંતિમ સંસ્કારના કિસ્સામાં 20થી વધુ વ્યક્તિઓનો સમૂહ, ચાર કે તેથી વધુ વ્યક્તિઓએ એક સાથે ભેગુ થવુ નહી, પાન માવાના ગલ્લા, સિગારેટ બીડીની દુકાનો બંધ રાખવી.

સ્થાનિક દુકાનો, મોટા સ્ટોર્સ અને ઇ-કોર્મસ કંપનીઓ દ્રારા આવશ્યક ચીજ વસ્તુઓના ઉત્પાદન, જથ્થાબંધ વેચાણ, છૂટક વેચાણની પ્રવૃતિ તેમજ આવશ્યક ચીજ વસ્તુઓની પુરવઠા શ્રૃંખલા સંબંધિત તમામ સુવિધાઓના સંચાલનને કડક સામાજિક અંતરનો નિયમ પાળવાની શરતે મુક્તિ છે. તે સિવાયની દુકાનો, સ્ટોર્સ વગેરે. દુકાનો (કરિયાણાં અને આવશ્યક માલસામાન વેચતી એકલ દુકાનો સહિત) અને લારીઓ, રાશનની દુકાનો(PDS અંતર્ગત), ખોરાક અને કરિયાણા સંબંધિત દૈનિક વપરાશની ચીજો, સ્વચ્છતાની વસ્તુઓ, ફળો અને શાકભાજી, ડેરી અને દુધ કેન્દ્રો, મરઘાં, માંસ અને માછલી, પશુ આહાર અને ઘાસચારો વગેરેના સંચાલનને કડક સામાજિક અંતરનો નિયમ પાળવાની શરતે મુક્તિ છે.

નીચે મુજબની આવશ્યક સેવાઓ નિર્ધારીત કરાયેલા સમય મુજબ જ ખુલ્લી રખાશે

અનાજ કરીયાણા વેપારીઓ તથા બેકરી ખુલ્લી રાખવાનો સમય રવિવાર સિવાય સવારે 8થી 12 કલાક સુધી, છુટક દુધના ફેરીયાનો સમય સવારે 9 કલાક સુધી, સાંજે 5થી 8 કલાક સુધી, દુધની ડેરી અને ડેરી પાર્લર ખુલ્લી રાખવાનો સમય સવારે 10 કલાક સુધી, સાંજના 5થી ૮ કલાક સુધી. શાકભાજી અને ફળો વિવિધ વિસ્તારમાં રેકડી ફેરીવીને વિતરણ કરવાનો સમય બપોરના 12 કલાક સુધી, મેડિકલ સ્ટોર આખો દિવસ ખુલ્લો, પશુ આહાર ખરીદ વેચાણ માર્કેટીંગ યાર્ડ ખાતે સવારે 8 થી 12 કલાક સુધી ચાલુ રાખી શકાશે.

ઇમરજન્સી સેવામાં ઉપયોગમાં લેવાતા ખાનગી વાહનો ચાર ચક્રીય ખાનગી વાહનના કિસ્સામાં વાહન ચાલક ઉપરાંત પાછળની સીટ પર એક મુસાફરને પરવાનગી રહેશે. જ્યારે દ્વિચક્રીય વાહનના કિસ્સામાં ફક્ત ચાલકને જ પરવાનગી રહેશે.

કોઇપણ મીડિયા મારફત કોરોના વાઇરસ અંગે માહિતી કે અફવા ફેલાવવી નહી કોરોના વાઇરસ પોઝિટિવ વિસ્તાર/ દેશમાંથી આવેલ નાગરિકે જિલ્લા કંટ્રોલરૂમ અથવા હેલ્પ લાઇન નં-104 પર આ અંગે ફરજીયાત જાણ કરવાની રહેશે. તમામ કતલખાનાઓ તથા માંસ મચ્છી મટનની દુકાનો/રેકડીઓ બંધ રાખવી.

જાહેર સ્થળોએ તેમજ કામના સ્થળોએ દરેક ફરજિયાતપણ મોઢું ઢાંકવાનુ રહેશે અથવા માસ્ક પહેરવાનું રહેશે. સોશ્યિલ ડિસ્ટન્સનું પાલન કરવુ.

કામના સ્થળોએ માલિક મેનેજરોએ ટેમ્પરેચર સ્ક્રીનીંગ અને સેનેટેરાઇઝર ઉપલબ્ધ કરાવવું. કર્મચારીઓએ આરોગ્ય સેતુ એપનો વધુમાં વધુ ઉપયોગ કરવો. ફેકટરી યુનિટમાં કર્મચારીઓની શિફટ બદલાય ત્યારે કામના સ્થળોને સેનેટાઇઝ કરવુ. આ હુકમ 20 એપ્રિલથી અમલમાં રહેશે.

ABOUT THE AUTHOR

...view details